ચોટીલામાં યુવક કોંગ્રેસ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

29 September 2022 01:36 PM
Surendaranagar
  • ચોટીલામાં યુવક કોંગ્રેસ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : ચોટીલા સર્કીટ હાઉસ ખાતે યુવક કોંગ્રેસ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ચોટીલા વિધાનસભાનાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસનાં મંત્રી અને સૌરાષ્ટ્રનાં પ્રભારી માનસીગજી રાઠોડ ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણીમાં ખંભેખંભા મીલાવી કોંગ્રેસને ગુજરાતમાં જીત અપાવવા આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચોટીલા વિધાનસભા બેઠકનાં યુવક કોંગ્રેસ પ્રમુખ યશપાલસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતુ કે આગામી સમયમાં ગુજરાતની સતા કોંગ્રેસનાં હાથમાં છે યુવાનો દ્વારા ઘરઘર પત્રીકા વિતરણ કાર્યક્રમ ચાલું છે.

એક એક મતદાતા સુધી કોંગ્રેસ નાં આઠ વચનો ગેરંટી સાથેની સમજ યુવા કાર્યકરો આપી રહ્યા છે ત્યારે ચોટીલા વિધાનસભા બેઠક પર ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજય બનાવવાની જવાબદારી યુવક કોંગ્રેસનાં એક એક કાર્યકરની છે અને તનતોડ મહેનત ચાલુ છે ત્યારે સમગ્ર યુવાનોનો આભાર માન્યો હતો જેમાં ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં યુવા કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement