શ્રી શાહ એમ.વી.ટી.વણા હાઇસ્કુલમાં શહિદ ભગતસિંહ જન્મજયંતિની ઉજવણી

29 September 2022 01:37 PM
Surendaranagar
  • શ્રી શાહ એમ.વી.ટી.વણા હાઇસ્કુલમાં શહિદ ભગતસિંહ જન્મજયંતિની ઉજવણી
  • શ્રી શાહ એમ.વી.ટી.વણા હાઇસ્કુલમાં શહિદ ભગતસિંહ જન્મજયંતિની ઉજવણી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : શ્રી શાહ એમ.વી.ટી. વણા હાઇસ્કુલ વણા ખાતે વીર ભગતસિંહની જન્મ જયંતિ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભગતસિંહનાં જીવન ચરિત્ર ઉપર વકતૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય તથા સમુહ ગીત જેવી પ્રવૃતિઓ દ્વારા ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસ ઉજવણીમાં સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણાધિકારી કિશોરભાઇ બારોટ ખાસ ઉપસ્થિત રહી આવા કાર્યક્રમ પ્રત્યે પ્રસન્નતા વ્યકત કરી હતી તથા બીટ નિરીક્ષક અને એજયુકેશન ઇન્સ્પેકટર પંડયા તથા સંસ્થાના મંત્રી નરપતસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય વાય.એચ.રાણા દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો.


Advertisement
Advertisement
Advertisement