મૂળી એમ.ડી.આર. વિદ્યાલયમાં સંગીત સ્પર્ધા યોજાઇ

29 September 2022 01:38 PM
Surendaranagar
  • મૂળી એમ.ડી.આર. વિદ્યાલયમાં સંગીત સ્પર્ધા યોજાઇ
  • મૂળી એમ.ડી.આર. વિદ્યાલયમાં સંગીત સ્પર્ધા યોજાઇ

પ્રાબ્ધી સેવિકા ગીતાબેનને નિવૃતિ વિદાયમાન અપાયું

(ફારૂક ચૌહાણ9) વઢવાણ,તા.29 : મૂળી એમ.ડી.આર. વિદ્યાલય ખાતે સંગીત સ્પર્ધા તેમજ સેવિકા ગીતાબેનનો વિદાય સમારોહ યોજાયો. મૂળી ખાતે આવેલ એમ.ડી.આર. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ચાર શાળાઓ એમ.ડી.આર. વિદ્યાલય- મૂળી તેજેન્દ્ર પ્રસાદજી હાઇસ્કુલ- મૂળી આર.ડી ગાર્ડી હાઇસ્કુલ ઉમરડા બી.એચ.ઉ.બુનિયાદી શાળા વેલાળાના વિદ્યાર્થીઓ વચ્ચે સંગીત સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ હતુ.જેમા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગૌતમભાઇ શાહ, સુધાબેન શાહ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામા આવેલ હતુ. આ પ્રસંગે અમિતાબેને વિદ્યાર્થીઓમા રહેલી કલા શકિત ને ઉજાગર કરવાના આશય થકી સંગીત સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ. વર્ષોથી નિષ્ઠા પ્રમાણિકતા સમય પ્રાબ્ધી સેવિકા ગીતાબેન નિવૃત થતા તેમને સન્માનભેર વિદાય આપી હતી. કાર્યક્રમનુ સફળ સંચાલન શાળા પરિવારે કરેલ હતું.


Advertisement
Advertisement
Advertisement