પાટડી મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા

29 September 2022 01:39 PM
Surendaranagar Crime
  • પાટડી મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા

વિધવા સહાયના કામ માટે રૂ.10 હજારની લાંચ માંગી હતી

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
પાટડી મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ શખ્સો રૂ. 7,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક શખ્સ પાસે વિધવા સહાય પેટે વધુ ચુકવાયેલા રૂ. 20,000ની રીકવરી માટે રૂ. 10,000ની લાંચ માંગવામાં આવી હતી અને રૂ. 3000 રોકડા બે દિ’અગાઉ લીધા બાદ રૂ. 7,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

આ કામના ફરિયાદીના માતાને સરકાર તરફથી મળેલ વિધવા સહાય પેટે વધુ ચુકવાયેલ રકમમાં રૂ.20,000ની રીકવરી છે તેમ કહી તે રિકવરીમાં ઈમ્તિયાઝ મહેબૂબભાઈ ખવડીયા, પંચાયત સભ્ય, હાથીપુરા, મેહુલ હજુરભાઈ ઠાકોર, કોમ્પ્યુટર ઓપરેટર, મામલતદારની કચેરી, અને તાનસંગ રામાભાઈ કોઈન્તીયા, ઘાસપુર એ ફરીયાદી પાસે રિકવરીના નામે રકઝકના અંતે રૂ.10,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી, રૂ.3000 આરોપી ઈમ્તિયાઝ મહેબૂબભાઈ ખવડીયાએ અગાઉ બે દિવસ પહેલા સ્વીકારી, તેમજ બાકી રહેલ રકમ 7,000 બુધવારે આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં છટકા દરમિયાન ફરીયાદી પાસેથી આરોપી તાનસંગ રામાભાઈ કોઈન્તીયાએ રૂ. 7000 સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરેલ છે. જેમાં ત્રણેય આરોપીઓને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસીબીની આ કામગીરીમાં ડી.વી.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, સુરેન્દ્રનગર તથા સ્ટાફ અને સુપરવિઝન અધિકારીમાં એમ.એમ. સરવૈયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ, રાજકોટ હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement