થાન-વગડીયા માર્ગનો પુલ ભયજનક : પુલ નીચે પીલર ઉભા કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ

29 September 2022 01:41 PM
Surendaranagar
  • થાન-વગડીયા માર્ગનો પુલ ભયજનક : પુલ નીચે પીલર ઉભા કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ
  • થાન-વગડીયા માર્ગનો પુલ ભયજનક : પુલ નીચે પીલર ઉભા કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ

પુલ રીપેરીંગ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ ભગતની રજુઆત

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.29 : થાનગઢ-વગડીયા રોડ પર એક પુલ આવેલો છે જ્યાંથી થાનગઢથી ખાખરાળી, રાવરાણી, ચાંદરેલીયા, ચોરવીરા, ખાખરાળા, વગડીયા, મુળી, સુરેન્દ્રનગર જવાનો એક માત્ર પુલ છે.પરંતુ ત્રણ માસથી વધુ સમયથી બિસ્માર જર્જરીત બની ગયો હતો.આ અંગે રજૂઆત બાદ રીપેરીંગ થયો પણ યોગ્ય ન થતા રોષ ફેલાયો છે.આ અંગે થાન શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત, બાપાલાલ ઝાલાએ જણાવ્યુ કે આની રજૂઆત કરવામાં આવી હતી.

થાન માટે આ પુલ સુરેન્દ્રનગર અને મૂળી તથા 25 ગ્રામ્ય વિસ્તારમાં જવા એક માત્ર છે.અહીં રોજ રોજ 8 થી 10,000 માણસો અપ ડાઉન કરે રહ્યા છે.જ્યારે સીરામીકના મજૂરો તથા રોજ 100થી વધારે ટ્રકો, ટ્રેક્ટર જેવા વાહનો રોજ પસાર થાય છે.જેનું રીપેરીંગ મજબુત ન હોવાથી ત્યારે ગમે ત્યારે મોટો ભયંકર એકસીડન્ટ ભય છે.એક બાજુ ઓવરબ્રિજનું કામ ચાલુ છે બીજું બાજુ પુલ જર્જરી થઈ ગયો છે.

આથી થાનગઢની 50,000ની વસ્તીમાં જાઓ તો ક્યાં જાવ કારણકે આ પુલ એક જ રસ્તો બચ્યો છે.જો તે તુટે તો ચોટીલા 50 કિમીનો ફેરો ફરી મુળી સુરેન્દ્રનગર અને 25 ગામોમાં જવાનો વારો આવે તેમ છે.આ અંગે
પીડબ્લ્યુડીના અધિકારી જયદીપભાઇ સોલંકી સાથે વાત જણાવ્યું કે અમે લોકોએ નીચે પીલર ઊભો કરીને ટેકો મારી દીધો છે અત્યારે ટેમ્પરે વાહને કંઈ થશે નહીં. જ્યારે કેટલા દિવસ માટે રસ્તો ટકી રહેશે નું પુછતા આ સિવિલ એન્જિનિયરનું કામ છે જણાવ્યુ હતુ.ત્યારે જો આ રસ્તા પર કોઇ અનિચ્છનીય બનાવ બનેતો બનાવવું બને તો કોની જવાબદારી થશેની લોકોમાં ચર્ચા જાગી છે.


Advertisement
Advertisement
Advertisement