મેરીટલ રેપ બળાત્કારની વ્યાખ્યામાં આવશે? સુપ્રીમના ચુકાદાથી સંકેત

29 September 2022 02:19 PM
India
  • મેરીટલ રેપ બળાત્કારની વ્યાખ્યામાં આવશે? સુપ્રીમના ચુકાદાથી સંકેત

► વૈવાહિક મહિલા પર બળજબરીથી પ્રેગ્નેન્સી લદાશે તો તે બળાત્કાર ગણી શકાશે

► દેશમાં અલગથી ચાલતા વિવાદમાં સુપ્રીમકોર્ટની ખંડપીઠે એક સંકેત આપી દીધો: ભારતમાં 85 ટકા પરણીત મહિલાઓ આ પ્રકારે પતિની બળજબરીનો ભોગ બને છે

► ના મતલબ ના: મહિલાને તેની મરજી વગર પતિ સ્પષ્ટ કરે તો પણ અપરાધ: વૈવાહિક રેપ પર સુપ્રીમની ટીપ્પણી

નવી દિલ્હી તા.29
સુપ્રીમ કોર્ટે આજે પ્રેગ્નેન્સી એકટ હેઠળ એક મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું કે પરણીત મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ જો દબાણ લાવીને ગર્ભવતી બનાવાય તો તે બળાત્કાર માની શકાય છે અને મેડીકલ ટર્મીનેશન પ્રેગ્નેન્સી એકટ હેઠળ તે બળાત્કાર જ ગણાશે.

સુપ્રીમ કોર્ટનો આ સંકેત મહત્વનો છે. ભારતમાં મેરીટલ રેપ એટલે કે પત્નીની સંમતિ વગર તેની સાથે જાતીય સંબંધ બનાવવાને બળાત્કાર માનવો કે કેમ તે અંગે હજુ વિવાદ ચાલે છે અને પતિ દ્વારા બળજબરીથી મેરીટલ રેપ માં પણ સુપ્રીમ કોર્ટે એ સંકેત આપી દીધો કે આ વૈવાહિક રેપ ગણી શકાય.

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે મહિલાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવો તે પણ એક અપરાધ ગણાશે પછી તે પતિ દ્વારા પણ કેમ ન થયો હોય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મેરીટલ રેપ ને પણ બળાત્કારની વ્યાખ્યામાં સમાવવા જોઈએ. હાલ તુરત સર્વોચ્ચ અદાલતે વૈવાહિક મહિલાઓ જો તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભવતી બને તો તેને પણ ગર્ભપાતનો અધિકાર હોવાનું પ્રસ્થાપિત કર્યું છે.

હાલમાં જ દિલ્હી હાઈકોર્ટમાં મેરીટલ રેપ અંગે સુનાવણી થઈ હતી પણ બે જજોના અલગ અલગ મંતવ્યો આવતા હવે ત્રણ જજોની ખંડપીઠને આ વિવાદ સુપ્રત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 2017માં દિલ્હી હાઈકોર્ટમાં એવું સોગંદનામુ કર્યુ હતું કે લગ્ન સંસ્થામાં પતિ જો તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવે તો તેને બળાત્કાર માનવાથી ભારતમાં જે લગ્ન સંસ્થા છે તેમાં પણ પ્રશ્ન સર્જાશે અને પતિઓ વિરુદ્ધ કે એક કાનૂની હથિયાર પણ બની શકે છે.

ભારતીય ફોજદારી ધારાની કલમ 375માં બળાત્કારની પરિભાષામાં લગ્ન બાદ પતિ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને મેરીટલ રેપ નહી ગણાય અને પતિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે નહી. જો કે ધારા 376માં અન્ય એક જોગવાઈ છે જેમાં પત્નિની ઉંમર 15 વર્ષથી ઓછી હોય તો તે બળાત્કાર ગણાશે.

આમ સુપ્રીમ કોર્ટે એ પણ સંકેત આપી દીધો છે કે મેરીટલ રેપ એ બળાત્કાર ગણી શકાય જો કે તેના માટે અલગથી સુનાવણી થઈ શકે છે. બીજી તરફ ભારતમાં 82 ટકા મહિલાઓ આ પ્રકારે બળજબરીથી પતિ દ્વારા શારીરિક સંબંધ બંધાતા હોવાનું એક સર્વેમાં સ્વીકારાયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement