ફલોરીડાને ધમરોળતુ ભયાનક વાવાઝોડુ : 200 કીમીની ઝડપે ત્રાટક્યું : સદીનું સૌથી ખતરનાક ગણાવાયું

29 September 2022 02:21 PM
India World
  • ફલોરીડાને ધમરોળતુ ભયાનક વાવાઝોડુ : 200 કીમીની ઝડપે ત્રાટક્યું : સદીનું સૌથી ખતરનાક ગણાવાયું

20 લાખ લોકો અંધારામાં : વિજ નેટવર્ક વેરવિખેર : વ્યાપક તારાજી : યુધ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય

કેલીફોર્નિયા તા.29
ફલોરિડામાં ત્રાટકેલા ઈયાન વાવાઝોડાએ વ્યાપક તારાજી સર્જી છે. ઝંઝાવાતી પવન સાથે પૂર પરીસ્થિતિ સર્જાતા મોટાપાયે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમેરિકી સરહદી દળના કહેવા પ્રમાણે વાવાઝોડાના તોફાન-ઝંઝાવાતમાં હિજરતીઓ સાથેની બોટ ડુબી જતા 20 લોકો લાપતા બન્યા છે. કયુબાના 4 નાગરિકો તરીને સલામત કાંઠે પહોંચી ગયા હતા. ત્રણને કોસ્ટગાર્ડે બચાવ્યા હતા. કાયો કોસ્ટા ટાપુ પર આ ખતરનાક વાવાઝોડુ ત્રાટકયુ હતું. દરિયાઈ પાણી શહેરો-મકાનોમાં ઘુસી ગયા હતા અને વાહનો પણ તણાયા હતા.

240 કિલોમીટરની ઝડપે આ ભયાનક વાવાઝોડુ ત્રાટકયા બાદ થોડા વખત પછી ગતિ ધીમી પડી હતી. વાવાઝોડાને કારણે અંધારપટ છવાયો હતો. 20 લાખ લોકોને અંધારપટનો સામનો કરવો પડયો હતો. વિજસેવા-માળખુ વેરવિખેર થઈ ગયું હતું.

ફલોરીડા ઉપરાંત જ્યોર્જીયા તથા કેલીફોર્નિયામાં પણ લાખો લોકોને આ ઇયાન વાવાઝોડાની અસર થઇ છે. હવામાન નિષ્ણાંતોએ આ ‘હરીકેન’ને સદીમાં એકાદ વખત સર્જાય તેવું ભયાનક ગણાવ્યું હતું. વાવાઝોડાને કારણે વૃક્ષો તથા મકાનની છતો પણ ધરાશાયી થઇ હતી. સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી હતી.

વિમાની તથા દરિયાઈ ક્રૂઝ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી. 30 ઇંચ જેટલો અસામાન્ય વરસાદ થવાની તથા 12થી 18 ફૂટ ઉંચા વિકરાળ મોજા ઉછળવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. વાવાઝોડુ એટલાંટીક સમુદ્રમાં તે પૂર્વે મધ્ય ફલોરિડાનો પણ ધમરોળનાર છે. ફલોરિડામાં ત્રાટકતા પૂર્વે ઇયાન વાવાઝોડાએ ક્યુબામાં પણ કહેર સર્જીને અંધારપટ સર્જાયો હતો. વ્યાપક તારાજી સર્જી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement