નવાનગર ચેસ એસોશિએશન દ્વારા ટુર્નામેન્ટ સંપન્ન

29 September 2022 02:24 PM
Jamnagar
  • નવાનગર ચેસ એસોશિએશન દ્વારા ટુર્નામેન્ટ સંપન્ન

જામનગર તા.29:
જામનગરની નવાનગર ચેસ એસોસિએશન દ્વારા યોજાયેલ ચેસ ટુનામેન્ટ માં 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા થનાર યુવા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા .આવનારા સમયમાં હવે બહેનો માટે ચેસ ટુનામેન્ટ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

રોટરી ક્લબ મેંઇન જામનગરના સહયોગથી ધી નવાનગર ચેસ એસોસિએશન દ્વારા તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી આ ટુર્નામેન્ટમાં 32 બાળકોને યુવાનોએ ભાગ લીધો હતો પ્રથમ બે રાઉન્ડ રમ્યા બાદ તમામ ખેલાડી બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ચાર રાઉન્ડના અંતે યુ10 કિશા લાહોટી અને બીજા ટ્વીશા બુદ્ધ,યુ 15 માં પ્રથમ નમ્બર દેવેશ સીમરિયા, બીજા ક્રમે સ્વંય ચુડાસમા અને યુ 25 માં નૃત્ય નમ્ર વિ સાબુદ જ્યારે ઈ 15માં પ્રથમ ક્રમાંકે દેવર સીમરીયા અને દ્વિતીય કમે સ્વંય ચુડાસમા યુ 25 પ્રથમ નમ્બર રિષિત નંદા અને દ્વિતીયક કમા કે નુપ હરિયા વિજેતા જાહેર થયા હતા વિજેતા ને મુકેશભાઈ સાત તરફથી ટ્રોફી અને સંસ્થા તરફથી મેડલ તેમજ તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ ઇનાયત કરવામાં આવેલ હતા સમગ્ર ટુર્નામેન્ટના લેપટોપ દ્વારા રાઉન્ડ બહાર પાડવાની સેવા ધોનીબેન અને દર્શિકા બેનને સંભાળી હતી જ્યારે અબીટર સેવા જયસિંહ નેગાંધીએ બજાવી હતી.


Advertisement
Advertisement
Advertisement