કોમ્પ્રેહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલેપમેન્ટ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ

29 September 2022 02:25 PM
Jamnagar
  • કોમ્પ્રેહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલેપમેન્ટ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ

જામનગર તા.29:
જામનગર જિલ્લાના તમામ ખેડૂતો બાગાયત વિભાગ, જામનગર દ્વારા કાર્યરત વર્ષ 2022- 23માં ’કોમ્પ્રેહેસિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના’નો લાભ મેળવવા માટે ’આઈ- ખેડૂત પોર્ટલ’ પર આગામી તા. 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. જે અંતર્ગત વ્યક્તિગત ખેડૂત તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ : ખર્ચના 50% સહાય જેમાં મહત્તમ 4 હેકટરની મર્યાદામાંFPO, FPC, સહકારી મંડળીના સભાસદો, ઓછામાં ઓછા 5 ખેડૂત લાભાર્થીઓ સામુહિક રીતે ખેતી કરે તો તેઓને મહત્તમ 50 હેક્ટરની મર્યાદામાં 75% મુજબ સહાય મળવા પાત્ર રહેશે. આ ’કમ્બાઇન્ડ પ્રોજેક્ટ બેઝડ યોજના’ હોઈ નીચે જણાવેલ 1 થી 7 ઘટકના ક્રમો પૈકી ઘટક ક્રમ નં 1 ’બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર’નો ઘટક ફરજીયાત છે. ઘટક ક્રમ નં 2 થી 7 પૈકી ઓછામાં ઓછા 2 ઘટકો સામેલ રાખી પ્રોજેક્ટ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4,પહેલો માળ, રૂમ નં. 48, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. 0288- 2571565 પર સંપર્ક કરી શકાશે, તેવું નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement