ભાણવડના રાણપુર ગામે સાળાઓ દ્વારા બનેવીની નિર્મમ

29 September 2022 02:27 PM
Jamnagar
  • ભાણવડના રાણપુર ગામે સાળાઓ દ્વારા બનેવીની નિર્મમ
  • ભાણવડના રાણપુર ગામે સાળાઓ દ્વારા બનેવીની નિર્મમ

પૈસાની લેતીદેતી સંદર્ભે કુહાડા વડે બનેવીને પતાવી દીધો

જામખંભાળિયા,તા.29
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત સાંજે અનુસૂચિત જાતિના એક યુવાનને પોતાના સગા સાળાઓએ પૈસાની લેતી દેતી બાબતે કુહાડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ બનવા પામ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પોલાભાઈ રાજાભાઈ સાદીયાને તેમના સાળાઓ સાથે પૈસાની લેતી-દેતી નીકળતી હતી. આ સંદર્ભેના મનદુ:ખ બાદ પાલાભાઈને તેમના સાળા એવા ગોવિંદ નથુ ખરા અને અરવિંદ નથુ ખરા સાથે ગઈકાલે બુધવારે સાંજે થઈ હતી.

આ દરમિયાન ઉશ્કેરાયેલા અરવિંદ તથા ગોવિંદે પોલાભાઈ ઉપર કુહાડી વડે હુમલો કરી દેતા લોહી લુહાણ હાલતમાં પોલાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવા અંગે ગત મોડી રાત્રે પોલાભાઈના પત્ની સોમીબેન સાદીયાએ ભાણવડ પોલીસ મથકમાં પોતાના ભાઈઓ ગોવિંદ તથા અરવિંદ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભાણવડના પીએસઆઇ પી.ડી. વાંદા તથા તેમની ટીમે તાકીદના પગલાં લઈ આરોપીઓની અટકાયત સહિતની કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામેલા પાલાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે નાના એવા રાણપુર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
(ફોટો:- કુંજન રાડિયા)


Advertisement
Advertisement
Advertisement