કાયદાનું અવમાન કરનાર સામે કોર્ટની લાલ આંખ: આરોપીને ચાર દિવસ જેલમાં રાખવા હુકમ

29 September 2022 02:28 PM
Jamnagar
  • કાયદાનું અવમાન કરનાર સામે કોર્ટની લાલ આંખ: આરોપીને ચાર દિવસ જેલમાં રાખવા હુકમ

જામનગર તા.29
જામનગર ના દિવ્યેશ ગઢવી કે જેઓ જામનગર મુકામે આવેલ પેટ્રોલ પંપ ના સંચાલક કરતા હોય અને જેઓએ તેમના મીત્ર નીતીન રાકેશ તલવાર, અમદાવાદવાળા ને પોતાના ધંધાના કામ માટે પૈસા ની જરૂરીયાત હોવાથી રૂ.27,00,000 ચુક્વેલ હતી અને ત્યારબાદ તે રકમ ની પરત ચુક્વણી માટે નીતીન રાકેશ તલવાર દ્વારા ચેક આપવામાં આવેલ હતો , જે અપુરતા ભંડોળના શે2ા સાથે સદરહુ ચેક રીર્ટન થતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અવરો ફરીયાદી દિવ્યેશ ગઢવી દ્વારા ફરીયાદ કરવામાં આવેલ હતી. સદરહું ફ2ીયાદ દાખલ કરતા નામદાર એડી. ચીફ જ્યુડી. એ.ડી.રાવ દ્વારા નોટીસ કાઢેલ.

જે આરોપી નીતીન રાકેશ તલવાર ને બજી ગયેલ હોવા છતાં કોર્ટ માં આરોપી હાજર રહેતા ન હોય પરંતુ આરોપી વિરૂધ્ધ અન્ય એક ચેક રીર્ટન ની ફરીયાદ પણ જામનગર ની બીજી અન્ય કોર્ટ માં ચાલતી હોય તેમાં આરોપી હાજર રહેતા હોય જેથી ફ 2ીયાદીના વકીલ વાય.એમ.પંડ્યા દ્વારા નામદાર કોર્ટ ને ધ્યાને દોરેલ હોય કે કોર્ટમાં આરોપી હાજર નથી રહેતા અને બીજી કોર્ટ માં આરોપી મુદતે હાજર રહેતા હોય અને પણ જામનગર ની બીજી અન્ય કોર્ટમાં હાજર રહેલ હોય જેથી આરોપી ઉપર નોન બેલેબલ વોરંટ ઇશ્યુ ક 2ી તુરત જ પગલા લેવાની અરજી આપેલ હતી જે હકીક્ત ધ્યાને લઇ એડી.ચીફ જયુડી.એ.ડી.રાવ દ્વારા સદરહુ અરજી ઉપર હુકમ કરી તુરંત જ પોલીસને જાણ કરી અને પોલીસ, કોર્ટ સ્ટાફના મેમ્બર તથા ફરીયાદીને આરોપીની ઓળખ કરાવી અને જામનગરની બીજી કોર્ટ એન.એન પાથરની કોર્ટમાંથી આરોપીની ધ25કડ કરી અને એડી.ચીફ જ્યુડી, એ.ડી.રાવ સમક્ષ રજુ કરેલ હતા.

સદરહું, બનાવ બનતા આરોપીના વકીલ દ્વારા આરોપીનુ વોરંટ રદ કરવાની અરજી આપતા તેમાં ફરીયાદીના વકીલ દ્વારા સખત વાંધાઓ લીધેલ હોય જે હકીકતોને ધ્યાને લઇ કોર્ટ દ્રારા આરોપી ફરીથી કોર્ટ સમક્ષ હાજર રહેવામાં અવગણના ન જ કરે તે રાબબ આરોપીને ચાર દિવસ માટે સજારૂપે જેલમાં મોક્લી આપવાનો હુકમ કરેલ હતો . ફરીયાદી તરફે વકીલ યજ્ઞેશ એમ પંડ્યા, મોનલ કે ચાવડા તથા જુનીયર તરીકે તીર્થ વાય પંડ્યા રોકાયેલા હતા


Advertisement
Advertisement
Advertisement