ક્રેડીટ કે ડેબિટ કાર્ડની સુરક્ષા માટે પહેલી ઓક્ટોબરથી ટોકનાઇઝેશન સિસ્ટમ શરૂ

29 September 2022 02:30 PM
India
  • ક્રેડીટ કે ડેબિટ કાર્ડની સુરક્ષા માટે પહેલી ઓક્ટોબરથી ટોકનાઇઝેશન સિસ્ટમ શરૂ

♦ ઓનલાઇન શોપીંગ દરમિયાન

♦ આરબીઆઈ શરૂ કરશે આ નવી સિસ્ટમ

નવી દિલ્હી,તા. 29
ઓનલાઇન શોપીંગ દરમિયાન આપે જોયું હશે કે અનેક વેબસાઈટો અને એપ પર આપને આપના કાર્ડની ડિટેલ્સ સેવ કરવાનું કહેવામાં આવે છે. આથી પેમેન્ટ ઝડપી અને સરળ બને છે પણ તેને અસુરક્ષિત માનવામાં આવે છે ત્યારે કાર્ડની સુરક્ષા માટે નવી વ્યવસ્થા થઇ રહી છે, આપ ઇચ્છો તો આપના કાર્ડની સંવેદનશીલ જાણકારી વેબસાઈટો કે એપ પર સેવ નહીં કરી શકો. રિઝર્વ બેન્કે તેના માટે ટોકનાઇઝેશન સિસ્ટમ બનાવી છે.

શોપીંગ કેવી રીતે થશે સેફ : બહેતર સુરક્ષા માટે હવે અસલી કાર્ડ નંબરની જગ્યાએ તેનું ટોકન સેવ થશે. કાર્ડની અસલી ડિટેલ્સ વેપારી સાથે શેર નહીં થાય. કાર્ડ એ રીતે સુરક્ષિત રહેશે.

બીજા તબક્કામાં ત્યાં લખેલુ જોવા મળશે, સિક્યોર યોર કાર્ડ કે સેવ યોર કાર્ડ એજ પર આરબીઆઈ ગાઈડલાઈન્સ (આરબીઆઈના માર્ગદર્શન અનુસારકાર્ડ સેવ કરો) સામે ચેક બોક્સ પર ટિક કરો.

ત્રીજા તબક્કામાં આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી નોંધો, ત્યારબાદ આપના કાર્ડની ડિટેલ્સએ વેબસાઈટ કે એપ પર સિક્યોર રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement