વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો

29 September 2022 02:43 PM
Surat Gujarat Politics
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો
  • વડાપ્રધાનના આગમન સાથે જ સુરત કેસરીયા રંગે રંગાયુ: જબરો રોડ શો

► મિશન ગુજરાત: રાજયના બે દિવસના પ્રવાસે આવી પહોંચતા વડાપ્રધાન: સુરત-ભાવનગર અને અમદાવાદમાં અનેકવિધ કાર્યક્રમો

► સુરત વિમાની મથકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત: ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા

► બપોરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમનું ઉદઘાટનનો દબદબાભર્યો સમારોહ: સાંજે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે

► માર્ગની બંને બાજુએ હજારો લોકોએ મોદીનું અભિવાદન કર્યું: બપોર બાદ ભાવનગરમાં રૂા.4000 કરોડના ખર્ચે બનનારા વિશ્વના પ્રથમ સીએનજી ટર્મીનલનું ખાતમુર્હુત કરશે

સુરત તા.29
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણી પુર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આજે વધુ એક બે દિવસની રાજયની મુલાકાતના પ્રવાસે આવી પહોંચ્યા બાદ સુરત એરપોર્ટથી 2.70 કિલોમીટરનો જબરો રોડ શો યોજયો હતો અને મોદીના આગમન સાથે જ સમગ્ર સુરતમાં આજે કેસરીયો માહોલ બની ગયો છે. સુરત વિમાની મથકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.

બાદમાં શ્રી મોદીના લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભા સ્થળ સુધીનો જબરો રોડ શો યોજાયો હતો તે સમયે સુરતમાં દીપાવલી જેવો માહોલ બની ગયો હતો. ઠેર ઠેર ગુજરાતની અસ્મીતાની ઝાંખી કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા તેમાં શ્રી મોદીએ બાદમાં સુરતમાં 3472 કરોડના 59 વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કર્યુ હતું.

શ્રી મોદીના બે દિવસના ભરચકક પ્રવાસ કાર્યક્રમમાં તેઓ આજે સુરત અને ભાવનગર ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને બાદમાં સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. શ્રી મોદી આજે સાંજે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી કાર્યક્રમમાં પણ હાજરી આપશે જયારે આવતીકાલે તેઓ અમદાવાદ મેટ્રો પ્રોજેકટના પ્રથમ તબકકાનું લોકાર્પણ કરશે અને બાદમાં ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલીઝંડી દેખાડશે જયારે સાંજે અંબાજીના દર્શન કરશે અને મહારઆરતીમાં ભાગ લેશે.

માતાજીના ઉપાસક તથા નવરાત્રીમાં નવ દિવસના ઉપવાસ કરતા વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે જબરો ઉત્સાહ છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે સર્વત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે પણ વડાપ્રધાન મોદીના ભરચક્ક કાર્યક્રમો છે. તેમના દ્વારા અમદાવાદમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે. એપરેલ પાર્કથી થલતેજના 32 કિલોમીટરના રુટનું ઉદ્દઘાટન કરશે. પ્રથમ તબક્કાના આ પ્રોજેક્ટમાં 12900 કરોડનો ખર્ચ થયો છે.

આ ઉપરાંત ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદેભારત એક્સટ્રેનને લીલીઝંડી આપશે. અમદાવાદ બાદ અંબાજીમાં 7200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. પ્રધાન આવાસ યોજના હેઠળના 45000 આવાસોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે. નવી બ્રોડગેજ લાઇનનું ખાતમુર્હુત કરશે.

ગુજરાત આગમન પૂર્વે વડાપ્રધાન મોદીના ચાર ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે તે પૂર્વે ગુજરાત મુલાકાતનો અદકેરો આનંદ-ઉતેજના હોવાનું દર્શાવતા ચાર ટવિટ કર્યા હતા. તેઓએ ટવિટમાં કહ્યું કે આજે અને આવતીકાલે શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમાં વિવિધ ક્ષેત્રો તથા રાજ્યના વિવિધ ભાગોના વિકાસ કાર્યો સામેલ છે.

સુરત તથા ભાવનગરની મુલાકાતના પણ અલગ-અલગ ટવિટ કર્યા હતા જ્યાં અનુક્રમે 3400 તથા 5200 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ થવાનું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement