‘ઓપરેશન ગરુડ’: માદક દ્રવ્યો સામે સીબીઆઈની દેશભરમાં ધોંસ

29 September 2022 03:43 PM
India
  • ‘ઓપરેશન ગરુડ’: માદક દ્રવ્યો સામે સીબીઆઈની દેશભરમાં ધોંસ

127 કેસ નોંધાયા: 175ની ધરપકડ: ગુજરાત સહિતના રાજયોમાં દરોડા: આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો પણ સહયોગ લેવાયો

નવી દિલ્હી તા.29 : દેશમાં માદક દ્રવ્યોના સતત વધતા જતા વ્યાપાર સામે કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ બહુપાંખીયા વ્યુહ સાથે ‘ઓપરેશન ગરુડ’ શરુ કરીને માદક દ્રવ્યોના વ્યાપાર કરનારા તેમજ પાકિસ્તાન સહિતના દેશોમાંથી આયાતની કડી સાથે જોડાયેલા 127 નવા કેસ નોંધીને 175 લોકોની દેશભરમાંથી ધરપકડ કરી છે.

આ ઓપરેશન દરમ્યાન પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણીપુર, મહારાષ્ટ્રના પોલીસદળ ઉપરાંત નાર્કોટીક કંટ્રોલ બ્યુરોનો પણ સાથ લેવામાં આવ્યો હતો અને 6600 લોકોની તપાસ કરવામાં આવી હતી અને તેના આધારે 127 કેસ નોંધાવામાં આવ્યા છે. છ સ્થળોએ વ્યાપકપણે દરોડા પડાયા છે.

સીબીઆઈએ જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરીમાં આંતરરાષ્ટ્રીય પોલીસ ઈન્ટરપોલ તેમજ અન્ય દેશોની કાનૂનની એજન્સીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે અને દેશમાં જે રીતે વ્યાપકપણે માદક દ્રવ્યોનું નેટવર્ક ચાલતુ હતું તેને તોડી પાડવામાં સફળતા મળી છે. આ દરોડા દરમ્યાન હેરોઈન, ગાંજા, ચરસ ઉપરાંત માદક દ્રવ્યો ધરાવતી ટેબ્લેટનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement