પ્રિયંકા ક્યા ગાંધી છે ? કોંગ્રેસ પ્રમુખ બનાવવા નવો ખેલ ?

29 September 2022 03:45 PM
Politics
  • પ્રિયંકા ક્યા ગાંધી છે ? કોંગ્રેસ પ્રમુખ બનાવવા નવો ખેલ ?

કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય પ્રમુખમાં ગાંધી કુટુંબના કોઇ વ્યક્તિ નહીં હોય તેવી રાહુલ ગાંધીની જાહેરાત બાદ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ પદ માટે ફેવરીટ હતા પરંતુ તેઓએ જે રીતે કોંગ્રેસ મોવડી મંડળ સામે બળવા જેવી સ્થિતિ બનાવી તે પછી તેમના નામ ચોકડી લાગી ગઇ હોય તેમ મનાય છે. બીજી તરફ હવે કોંગ્રેસમાં એવી દલીલ થવા લાગી છે કે ગાંધી કુટુંબના ન હોય તેવા કોઇપણ વ્યક્તિ પ્રમુખ બની શકે તો પ્રિયંકા ગાંધી હવે લગ્ન પછી વાડ્રા બની ગયા છે. અને તેથી તેમને ગાંધી કુટુંબના સભ્ય ગણી શકાય નહીં. જો કે પ્રિયંકાએ પોતાની ગાંધી સરનેમ હજુ ત્યાગી નથી પરંતુ ગાંધી કુટુંબના ભક્તો કોઇપણ ભોગે પ્રિયંકા કે રાહુલ જ કોંગ્રેસનું સુકાન સંભાળે તેવી આશા રાખે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement