શનિવારથી આસો માસની શાશ્વતી આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ: ધર્મોલ્લાસ

29 September 2022 04:24 PM
Ahmedabad Dharmik Rajkot
  • શનિવારથી આસો માસની શાશ્વતી આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ: ધર્મોલ્લાસ

મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈન સમાજમાં : મૂર્તિપૂજક જૈન સમાજમાં શ્રીપાળ રાજાના રાસનું વાચન: સ્થાનકવાસી જૈન સમાજમાં દિવસભરના યોજાશે વિવિધ અનુષ્ઠાનો

રાજકોટ,તા.29 : આગામી તા.1-10ના શનિવારથી આસો માસની શાશ્વતી આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન સમાજ થશે. ઉપાશ્રયોમાં પૂ. સાધુ, સાધ્વીજી, ભગવંતો શ્રી પાલ રાજાના રાસનું કથન કરશે. અથવા તો આયંબીલ તપ વિષે વિવેચના થશે.શાશ્વતી આયંબીલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. આસો તથા ચૈત્ર માસમાં આયંબીલ ઓળીની આરાધના કરવામાં આવે છે. રાજકોટમાં યુનિ. રોડ જૈન સંઘ (સુમતિનાથ જિનાલય)માં પૂ. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શ્રાવક-શ્રાવિકાઓ માટે આયંબીલ આરાધનાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટના દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં આયંબીલ આરાધનાના આયોજનો થયા છે.

શેઠ ઉપાશ્રય જૈન સંઘ
ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ.બા.બ્ર. નરેન્દ્રમુનિ મ.સા.ના આતાનુવર્તિ સાધક બેલડી પૂ.બા.બ્ર. જય-વિજયાબાઈ મહારાતીજીના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ પૂ.બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી ઠાણાઓના સાનિધ્યમાં નવપદ આયંબિલ ઓળી કરવામાં આવશે. શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે આયંબિલ ઓળી પર્વ દરમ્યાન ધર્મ-આરાધનાના આયોજનો તથા વિવિધ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 6:30 થી 7:00 નિત્ય પ્રાર્થના રાખવામાં આવેલ છે. સવારે 9 થી 9:30 ત્રિરંગી સામાયિકનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 9:30 થી 10:30 નવપદ પ્રવચનનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 10.30 થી 11:30 જાપનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 11:45 કલાકે આયંબિલ આરાધના રાખવામાં આવેલ છે તથા સાંજે 7:00 કલાકે પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવેલ છે. નાના-નાના બાળકો તથા ભૂલકાઓ માટે આયંબલિ પણ આયોજન કરવામાં આવેલ છે. આખી આયંબિલની ઓળી કરનાર નું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે. આયંબિલના નામ અગાઉના દિવસથી લખવામાં આવશે તથા તેના પાસ ઈસ્યુ/બહાર પાડવામાં આવશે તેમજ બાળકો પણ આયંબિલ ઓળીમાં ભાગ લઈ શકે છે. વિવિધ સેવાભાવીઓ આ દરેક પ્રકારના આરંજનમાં ભવથી સેવા માટે જોડાઈ રહ્યા છે.સાધ્વીરત્ના પૂ. આરતીબાઈ મહાસતીજી અને સાધ્વીરત્ના પૂ. હીનાબાઈ મહાસતીજી વિવિધ આયોજનો ગોઠવી સંઘના મહિલા મંડળનો ઉત્સાહ વધારી રહ્યા છે. સેવા સમિતિ તથા જૈન પ્રોગ્રેસીવ ગૃપ તથા ગરીમા ગૃપ તથા વિજયાબા મહીલા મંડળના ગૃપ ચાતુર્માસમાં પ્રસંન્નીય સેવા આપી રહયા છે. શૈલેષભાઈ માઉની પ્રેરણાથી શ્રીસંઘમાં સંઘજમણ સહીતનું વિવિધ પ્રવૃતિઓ સતત ચાલી રહી છે.

રોયલ પાર્ક સંઘ
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા પૂ.રંભાબાઈ મ.ના સુશિષ્યા સ્વાધ્યાય પ્રેમી પૂ. વિમલાજી મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળાના આંગણે આસો માસની આયંબલિની ઓળી તા.1ને શનિવાર થી દરરોજ વ્યાખ્યાન, વાંચણી, જાપ, પ્રતિક્રમણ સહિતના અનેક આયોજનો કરવામાં આવશે.આયંબલિ નવ દિવસ સુધી તપસ્વીઓ આરાધના અને ઉપવાસ કરશે. રોયલપાર્ક પુત્રવધુ મંડળ, રોયલપાર્ક મહીલા મંડળ તથા સંઘ સેવા સમિતિના સક્રિય કાર્યકરો સંઘમાં અનેરી સેવા બજાવી રહયા છે.

રેસકોર્ષ પાર્ક તથા જૈન સંઘ
શ્રી રેસકોર્ષ પાર્ક સ્થા.જૈન સંઘના આંગણે ગોંડલ સંપ્રદાયના અપૂર્વશ્રુત આરાધિકા પૂ. મુકત-લીલમ ગુરુણીના સુશિષ્યા સમાધિભાવ આરાધિકા પૂ. રાજુલબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ પ્રવચન પ્રભાવિક પૂ. રૂપાબાઈ મહાસતિજી આદિ ઠાણાની નિશ્રામાં નવપદ આસો માસની આયંબિલ ઓળી કરવામાં આવશે તથા તેમની નિશ્રામાં સંઘની પરંપરા મુજબ સાતાકારી રીતે તા. 01થી આરાધકોને વિધી સાથે આયંબિલ તપ કરાવવામાં આવશે. શ્રી સંઘમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાય પરિવારના પૂ.મહાસતીજીની નીશ્રામાં રસકોર્ષ પાર્ક સ્થા.જૈન સંઘના આંગણે સવારે 9:15 થી 10:30 રોજ નવપદ આયંબિલ વિષે વ્યાખ્યાન માળા તથા આગમ શાસ્ત્રની વાંચણી તા. 01/10/22 થી નવપદ આયંબિલની ઓળીનાં આરાધકો માટે આયંબિલ ઓળીની મહાસતિજીના સ્વમુખેથી શાશ્વત આયંબિલની વિધિસરની આરાધનાઓ રોજબરોજ નવ દિવસ સુધી કરવામાં આવશે તેમજ વિવિધ આયોજનો રાખવામાં આવેલ છે. આયંબિલની ઓળીના નામ પૂ. મહાસતીજી પાસે તાત્કાલીક લખાવી દેવા, તેવો સંઘ વતી અનુરોધ કરવામાં આવેલ છે. છૂટક આયંબિલ કરનાર ના નામ આગળના દીવસે લખાવવામાં આવશે. સમગ્ર ચાતુમાસ દરમીયાન પૂ. મહાસતીજીઓની પ્રેરણાથી અનેક પ્રવૃતિઓ વેગવંતી બની રહી છે.

મનહર પ્લોટ સંઘ
ગોંડલ સંપ્રદાયના પૂ.ધન્ય-ભદ્ર ગુરુણીના સુશિષ્યા પ્રવચન પ્રભાવિકા પૂ. હસ્મિતાબાઈ મ. ઠા.08ના સુમંગલ સાનિધ્યે શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પોષધશાળાના પાવન પ્રાંગણે જૈન ધર્મનું રસપરિત્યાગની ઉત્કૃષ્ટ ભાવથી ભરેલ તપનું પર્વ આસો માસની શાશ્વતી આયંબિલ ઓળીનો મંગલ પ્રારંભ આસો સુદ-6 તા.01 શનીવારથી શરૂ થઈ રહેલ હોય તપના આ રૂડા દિવસમાં આયંબિલ ઓળી ઉપરાંત કાયમી નવકાર મહામંત્રના તથા ચોવીસા યંત્રના જાપ નવપદજીની મહિમા સમજાવતા નવ દિવસ આત્મલક્ષી અને પ્રભાવશાળી પ્રવચન સવારના 7 થી સાંજના 7 સુધીના નવકાર મહામંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement