બોલીવુડના એકશન સીનને ટક્કર આપે તેવી ફિલ્મ ધમણનું ટ્રેલર લોન્ચ

29 September 2022 04:43 PM
Entertainment Rajkot
  • બોલીવુડના એકશન સીનને ટક્કર આપે તેવી ફિલ્મ ધમણનું ટ્રેલર લોન્ચ
  • બોલીવુડના એકશન સીનને ટક્કર આપે તેવી ફિલ્મ ધમણનું ટ્રેલર લોન્ચ

► ગુજરાતી સિને જગતમાં પહેલીવાર 6 ભાષાઓમાં ગુજરાતી ફિલ્મ ધમણ રૂપેરી પડદે ચમકશે

રાજકોટ,તા.29 : ગુજરાતી સિને જગતનો ઇતિહાસ ભવ્યાતિભવ્ય છે. સમયાંતરે ગુજરાતી ફિલ્મ રીલીઝ થતી રહે છે. બોલીવુડના એકશન સીનને ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મ ધમણ આગામી નવેમ્બર માસમાં રૂપેરી પડદે ધૂમ મચાવવા આવી રહયું છે તે પૂર્વે આજે રાજકોટ ખાતે ફિલ્મ ધમણનું ટ્રેઇલર લોન્ચીંગ થયું હતું. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતી સહિત છ ભાષાઓમાં નિર્મિત ગુજરાતી ફિલ્મ ધમણ દેશદાઝથી ભરપૂર હોવાથી યુવાધનમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવશે.

► ધમણ ગુજરાતી ફિલ્મ દેશદાઝથી ભરપૂર: ફિલ્મનું રાજકોટમાં જ વિવિધ સ્થળે શુટીંગ: સંપૂર્ણ પારિવારિક મનોરંજન સાથે રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવશે: નિર્માતા શોભના ભૂપત બોદર

ટ્રેઇલર લોન્ચીંગ પ્રસંગે ધમણ ફિલ્મ નિર્માતા શોભના ભૂપત બોદર અને શિવમ બોદરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ જગતમાં ભવ્ય ઐતિહાસિક વારસામાં દર્શન થયા વગર રહેતા નથી.
તેના ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્મ જગતની ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્મો નો ઈતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. ઘણા નાના મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે. નરેશ કનોડિયા, સ્નેહલતા, રમેશ મહેતા, ફિરોઝ ઈરાની, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકારો આજે પણ લોકો ના માનસપટ પર જીવંત છે. અને આજે ઘણા પ્રતિભાશાળી કલાકારો ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય ઉજ્જવળ બને

તે માટે ગુજરાતી ફિલ્મમાં પોતાનું કૌવત ઝળકાવી રહ્યા છે ત્યારે પ્રતિષ્ઠિત બેનર શિવમ જેમિન એન્ટરપ્રાઇઝ પ્રા. લિમિટેડ પ્રસ્તુત શોભના ભુપત બોદર દ્વારા નિર્મિત, વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ-નિર્માતા, બંટી રાઠોડે લખેલા સંવાદોથી મળેલું અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલું ધમણ (ધ સેવિયર) નું દિગ્દર્શન રાજન આર વર્મા દ્વારા કરવામાં આવ્યું છે જેમણે વર્ષ 2021 માં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી જેસુ જોરદારનું દિગ્દર્શન કર્યું હતું જે હાલમાં એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્ડ કરી રહી છે. અને નો છ ભાષાઓમાં સૌથી મોટા એક્શન પેક્ડ ફેમિલી એન્ટરટેઈનર તરીકે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે.

► રાજકોટના વિવિધ સ્થળોએ શુટીંગ થયેલ ધમણ ફિલ્મ નવેમ્બર માસમાં ધૂમ મચાવશે

વધુમાં માહિતી આપતા શોભના ભૂપત બોદર એ જણાવ્યું હતું કે, ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝથી ભરેલા જાંબાઝ સૈનિકની વાર્તા છે કે જેના માટે રાષ્ટ્ર, મિશન, દુશ્મનો, પ્રેમ અને પરિવાર માત્ર લાગણીઓ નથી. તે એક પ્રતિબદ્ધતા છે.દેશના સ્વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાતો નથી તેવા દેશ ના જવાન ની જવામર્દીને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.ત્યારે આ દેશદાઝ થી ભરપુર ચલચિત્ર આજના યુવાધનમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવશે. તેમજ બોલીવુડના એક્શન સીનને ટક્કર આપે તેવું ગુજરાતી મુવી ધમણ (ધ સેવિયર) જોવા દર્શકો માં ઉદ્દેશ વ્યાપી ગયેલ છે. ત્યારે ધમણ (જે સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દીમાં આવી રહ્યું છે. અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે.

દેશદાઝ થી ભરેલી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે.અને આ ભરપૂર, સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ જોઈ ને દરેક ભારતીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવશે. ધમણ (ધ સેવિયર)ના સાક્ષી બનવા માટે તૈયાર રહો આ ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંત દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવી, નીલેશ પંડયા વગેરે એ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. આગામી નવેમ્બર માસમાં આ ફિલ્મ રૂપેરી પડદે ધૂમ મચાવશે.પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મીડીયા અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ધમણ ફિલ્મનું ટ્રેઇલર લોન્ચીંગ થયું હતું. આ પ્રસંગે જિ.પં. પ્રમુખ ભૂપતભાઇ બોદર ઉપસ્થિત રહી સ્ટાર કાસ્ટને શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતી ફિલ્મ ધમણ સ્ટાર કાસ્ટની નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત
ગુજરાતી ફિલ્મ ધમણ આગામી દિવસોમાં રૂપેરી પડદે ચમકવા આવી રહી છે તે પૂર્વે આજે ટ્રેઇલર લોન્ચીંગ થતા તેને જબરો આવકાર સાંપડી રહયો છે.ધમણ ફિલ્મના સ્ટાર કાસ્ટ આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંત દેસાઇ, ભાવિની જાની, કિશન ગઢવી, નિલેશ પંડયા મા ખોડલધામ સમિતિ દ્વારા આયોજીત ચારેય ઝોનના ગરબા મહોત્સવમાં આજે રાત્રે ઉપસ્થિત રહી રંગીલા રાજકોટના ખેલૈયાઓ સાથે ધૂમ મચાવશે અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.


Related News

Advertisement
Advertisement
Advertisement