ચૂંટણીના ખેલ: માતાજીની આરતી કરવારની ‘ના’ પાડતો રાહુલ ગાંધીનો ‘બોગસ’ વિડીયો વાઈરલ

29 September 2022 05:19 PM
Gujarat India Politics
  • ચૂંટણીના ખેલ: માતાજીની આરતી કરવારની ‘ના’ પાડતો રાહુલ ગાંધીનો ‘બોગસ’ વિડીયો વાઈરલ

રાજકોટના નીલ્સ સીટી કલબના રાસોત્સવમાં હાજરી વખતનો વિડીયો વાઈરલ: વાસ્તવમાં તેઓએ ‘આરતી’ ઉતારી હતી

રાજકોટ તા.29 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે નવરાત્રીમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘ફેક’ વિડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે. ગરબા કાર્યક્રમમાં માતાજીની આરતી ઉતારવાની ના પાડતો આ બોગસ વિડીયો વાઈરલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે 2017માં રાજકોટના નીલ્સ સીટી કલબનાં નવરાત્રી રાસોત્સવનો આ વિડીયો છે.

ચૂંટણી વખતે રાજકીય પક્ષો- નેતાઓ ખેલ-કાવાદાવા કરતા હોય તે નવી વાત નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાને હાનિ કરવા બોગસ વિડીયો વાઈરલ કરવામાં આવે છે. ફિલ્મ ડાયરેકટર અશોક પંડિતે પોતાના ટવીટર એકાઉન્ટ પર વિડીયો શેર કરીને એમ લખ્યુ છે કે જનોઈધારી રાહુલ ગાંધી આરતી કરવાની ના પાડી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે. અશોક પંડિતના આ વિડીયો અન્ય યુઝર્સોએ આગળ શેર કર્યો છે.

આ વિડીયોની વાસ્તવિકતા એ છે કે 27 સપ્ટેમ્બર 2017ના રોજ રાહુલ ગાંધીએ રાજકોટમાં નીલ્સ સીટી કલબના અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપી તે વખતનો છે. તેઓએ માતાજીની આરતી પણ ઉતારી હતી.પરંતુ સોશ્યલ મીડીયામાં વિડીયો ક્રોપ કરીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ઉપરાંત તેમની સાથેના અન્ય કોંગ્રેસ આગેવાનોએ પણ માતાજીની આરતી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement