ગંજીવાડામાંથી વિદેશી દારૂની 36 બોટલ સાથે મહીલા ઝડપાઇ: પતિ ફરાર

29 September 2022 05:45 PM
Rajkot
  • ગંજીવાડામાંથી વિદેશી દારૂની 36 બોટલ સાથે મહીલા ઝડપાઇ: પતિ ફરાર

પોલીસે લક્ષ્મીબેનના મકાનમાં દરોડો પાડી રૂા.14 હજારનો મુદામાલ કબ્જે કર્યો: દારૂ લાવનાર મહેશ સોલંકીની શોધખોળ

રાજકોટ,તા.29 : ગંજીવાડામાં રહેતી લક્ષ્મીબેન સોલંકીના મકાનમાંથી વિદેશી દારૂની 36 બોટલ રૂ.14 હજારનો મુદામાલ કબ્જે કરી મહીલાની ધરપકડ કરી હતી તેમજ દારૂનો જથ્થો લાવનાર તેનો પતિ નાસી છુટતા શોધખોળ આદરી હતી. દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડ અને કોન્સ. રણજીતસિંહ જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે ચોકકસ બાતમીના આધારે ભાવનગર રોડ પર ગંજીવાડા શેરી નં.37માં રહેતી લક્ષ્મીબેન મહેશ સોલંકી (ઉ.40)ના મકાનમાં દરોડો પાડી અંદરથી વિદેશી દારૂની 36 બોટલ ઝડપી રૂ.14 હજારનો મુદામાલ કબ્જે કરી લક્ષ્મીબેનની ધરપકડ કરી હતી. વધુમાં પુછપરછમાં લક્ષ્મીબેનને જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો તેનો પતી મહેશ રવજી સોલંકી લઇ આવતો હતો અને તે ફોન કરીને જાણ કરે તેને દારૂ આપતી હતી પોલીસે નાસી છુટેલા મહેશની શોધખોળ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement