પૈસાની ઉઘરાણી મામલે ગાંધીગ્રામના સોની યુવાને શારદા બાગ પાસે ફીનાઇલ પીધું

29 September 2022 05:50 PM
Rajkot Crime
  • પૈસાની ઉઘરાણી મામલે ગાંધીગ્રામના સોની યુવાને શારદા બાગ પાસે ફીનાઇલ પીધું

સંદીપ પારેખ પાસેથી રૂ.1.60 લાખ લીધા હતા તેમાંથી 80 હજારના દાગીના લીધા જે ચોરાઉ નીકળતા ગાંધીગ્રામ પોલીસમાં જમા કરાવ્યાનો આક્ષેપ

રાજકોટ,તા.29 : રાજકોટના શારદાબાગ પાસે ગાંધીગ્રામ ના યુવાને પૈસાની ઉઘરાણી મામલે કંટાળી જઇ ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.આ અંગે પ્ર.નગર પોલીસમાં સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીગ્રામ માં રહેતા યસ હરેશભાઈ ધધડા(સોની)(ઉ.વ.30) એ ગઈકાલે રાત્રિના સમયે શારદા બાગ પાસે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

સારવારમાં રહેલો યસ મોબાઈલ લે વેચ નો ધંધો કરે છે તેણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા સંદીપ પારેખ નામના વ્યક્તિ પાસેથી રૂ.1,60,000 લીધા હતા.જેમાંથી રૂ.80,000 ના સોનાના દાગીના ખરીદ્યા હતા દાગીના ખરીદ્યા તેના થોડા સમય બાદ ગાંધીગ્રામ પોલીસ માંથી ફોન આવતા તે દાગીના અંગે પૂછપરછ કરતા દાગીના ચોરાઉ હોવાનું જાણવા મળ્યું હતું

જેથી રૂપિયા 80 હજારના દાગીના પોલીસમાં જમા કરાવી દીધા હતા. સંદીપ પારેખ ને રૂપિયા ચૂકવવાના હોય જેથી તેમણે સંદીપ ત્રિવેદી જે ગાંધીગ્રામ માં રહેતો હોય તેમને પૈસા ની ઉઘરાણી નો હવાલો આપ્યો હતો અને સંદીપ ત્રિવેદી નામનો વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હોય તેમણે ચૂકવવાના થતા રૂપિયા 1.60 લાખ ના રૂ.2 લાખ માંગતા કંટાળી જાય ગઈકાલે રાત્રિના સમયે ઘરેથી નીકળી શારદા બાગ પાસે આવેલી બેંક નજીક પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પ્ર.નગર મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement