વડોદરાની મસ્જિદમાં લાગ્યું સીલ : કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો

29 September 2022 09:53 PM
Vadodara Gujarat
  • વડોદરાની મસ્જિદમાં લાગ્યું સીલ : કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો
  • વડોદરાની મસ્જિદમાં લાગ્યું સીલ : કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો
  • વડોદરાની મસ્જિદમાં લાગ્યું સીલ : કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો
  • વડોદરાની મસ્જિદમાં લાગ્યું સીલ : કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો

આજે બપોરે અચાનક જ બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જીદ બહાર પોલીસ કાફલો ખડી દેવાયો હતો : મસ્જીદ પરિસરમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલની ઓફીસમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું

વડોદરા:
કટ્ટરવાદી સંગઠન PFI સામેની કાર્યવાહીનો રેલો ગુજરાત પહોંચ્યો છે. અહીં વડોદરાની મસ્જિદમાં સીલ લગાવી દેવાયું છે. આજે બપોરે અચાનક જ બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જીદ બહાર પોલીસ કાફલો ખડી દેવાયો હતો. મસ્જીદ પરિસરમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલની ઓફીસમાં ગુજરાત એ.ટી.એસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ એટીએસ સાથે રહી હતી. એ.સી.પી. ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે પત્રકારોને જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ અનલોકુલ એક્ટિવીટીઝ (પ્રીવેનશન) એક્ટ (UAPA) હેઠળ પીએફઆઇ સહિતના કેટલાક સંગઠનો તેમજ સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. વડોદરા એસઓજીને માહિતી મળી હતી કે, ભારત સરકાર દ્વારા જે સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની સાથે સંકળાયેલી ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલ એક મીટિંગ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં થઇ હતી. જેમાં બાવામાનપુરા સ્થિત આયશા મસ્જીદ પરિસરમાં આવેલી મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યાવાહીમાં ગુજરાત એ.ટી.એસ, વડોદરા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હતી. જોકે સર્ચ ઓપરેશન દરમિયાન કોઇ પણ પ્રકારના વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યાં નથી. પરંતુ માહિતી મૂજબ દોઢ મહિના અગાઉ અહીં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલની એક બેઠક મળી હતી, અને આ બેઠક અગાઉ કેટલી વખત બેઠક થઇ છે તેની પણ તપાસ કરવામાં આવી રહીં છે. હાલ આયશા મસ્જીદ પરિસરને સીલ કરવામાં આવ્યું છે. કારણ કે , અગાઉ અહીં આલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલની બેઠક મળી હતી. અગાઉની તપાસમાં એવુ પણ જાણવા મળી છે કે, ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલની ઓફીસનુ જે સરનામુ છે, તેમાં બીજુ સરનામુ આ મસ્જીદનુ આપવામાં આવ્યું છે. જેથી પ્રથમ દ્રષ્ટીએ જણાઇ આવે છે કે, ઉપરોકત બાબતની પ્રવૃત્તિ કરતા હોવાની શંકાએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલ પીએફઆઇની પેટા શાખા છે. પીએફઆઇ સાથે અન્ય જે પણ સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સીલનો પણ સમાવેશ છે. પોલીસે મસ્જીદના મૌલવી અને ટ્રસ્ટીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement