ફ્રી સેનેટરી પેડની માંગ કરનાર છાત્રાને મહિલા અધિકારીએ કહ્યું- કાલ સવારે તમે ફ્રી કોન્ડોમ માંગશો

30 September 2022 10:03 AM
India Woman
  • ફ્રી સેનેટરી પેડની માંગ કરનાર છાત્રાને મહિલા અધિકારીએ કહ્યું- કાલ સવારે તમે ફ્રી કોન્ડોમ માંગશો

♦ બિહારના મહિલા આઈએએસ અધિકારી આ શું બોલી ગયા!

♦ વિવાદાસ્પદ નિવેદન બાદ મહિલા આયોગે મહિલા અધિકારી હરજૌત કૌરનો ખુલાસો માંગ્યો

પટણા તા.30
બિહાર મહિલા વિકાસ નિગમની વ્યવસ્થાપક ડિરેકટર અને આઈએએસ અધિકારી હરજૌત કોર ભામરા ‘ફ્રી કોન્ડમ’ના નિવેદનને લઈને ફસાઈ છે. આવા વિવાદાસ્પદ નિવેદનને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે તેને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ 7 દિવસમાં જવાબ માંગ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે જયારે બિહારની એક છાત્રાએ પૂછયું કે સરકાર સેનેટરી પેડ મફતમાં કેમ નથી આપતી, તો હરજોત કૌરે તોછડાઈ ભર્યો અને ઉદ્ધત જવાબ આપ્યો હતો કે કાલે આપ પરિવાર નિયોજનની વયે પહોંચી જાવ તો સરકાર પાસે ફ્રી કોન્ડોમની માંગણી કરશો. દરેક ચીજ મફતમાં ન મળી શકે.

આ ઉપરાંત એક છાત્રાએ પૂછયું કે લોકોના વોટ નકકી કરે છે કોણ શાસન કરે છે, તો અધિકારીએ એવો તોછડો જવાબ વાળ્યો કે આ મૂર્ખતાની પરાકાષ્ઠા છે, તો પછી મત જ ન આપતી, પાકિસ્તાન ચાલી જજે.

બિહારના આ આઈએએસ અધિકારીના તોછડા જવાબો પર ભાજપે નિશાન સાધતા જણાવ્યું હતું. આ ઘટના સશક્ત બેટી, સમૃદ્ધ બિહાર નામની એક કાર્યશાળામાં બની હતી, જયાં આ મહિલા આઈએએસ અધિકારી અતિથિ તરીકે પહોંચી હતી. આ દરમિયાન એક છાત્રાઓએ સવાલો કર્યા હતા.

દરમિયાન બિહાર ભાજપે આ ઘટનાનો વિડીયો શેર કરી આઈએએસ અધિકારીની ટિકા કરી હતી અને લખ્યું હતું કે નીતીશ- તેજસ્વી સરકારના એક આઈએએસ અધિકારીને મળી, જે ઈચ્છે છે કે એક છાત્રા સેનેટરી નેપકીન માંગે છે તો તેને પાકિસ્તાન જવાનું કહેવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement