આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’

30 September 2022 10:21 AM
Ahmedabad Gujarat India Sports Top News
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’
  • આજથી 6500 ખેલાડીઓ વચ્ચે ‘ખેલા હૌબે’: ગુજરાતમાં ગજબ ‘સ્પોર્ટસફિવર’

► સાત વર્ષ, સાત મહિના, 29 દિવસ બાદ નેશનલ ગેમ્સની વાપસી

► વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ: અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, ભાવનગર અને વડોદરામાં અલગ-અલગ રમતો રમાશે

► અત્યંત ટૂંકા સમયમાં નેશનલ ગેમ્સનું શાનદાર આયોજન કરવા બદલ વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમના કર્યા વખાણ: બોલિવૂડ-ઢોલિવૂડ કલાકારોએ ઉદ્ઘાટન સમારોહમાં બાંધ્યો અલગ શમાં

► ઉદ્ઘાટન સમારોહમાં ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ખેલાડીઓને લેવડાવ્યા શપથ: પી.વી.સિંધુ, નિરજ ચોપડા, બજરંગ પુનિયા સહિતના દિગ્ગજ રમતવીરોની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ, તા.30
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જ નામના સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-અમદાવાદ) ખાતેથી 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ ગેમ્સમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6500થી વધુ ખેલાડીઓ ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે. અંદાજે સાત વર્ષ સાત મહિના અને 29 દિવસ બાદ નેશનલ ગેમ્સની વાપસી થઈ રહી છે. આ પહેલાં 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી-2015માં 35મી નેશનલ ગેમ્સ યોજાઈ હતી.

આ ગેમ્સની અલગ-અલગ રમતો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગરમાં રમાશે. રાજકોટની વાત કરવામાં આવે તો અહીં હૉકી અને સ્વિમિંગ કોમ્પિટિશન રમાશે જેમાં ભાગ લેવા માટે 2600થી વધુ ખેલાડીઓ-સપોર્ટિંગ સ્ટાફનું આજથી રાજકોટ આગમન શરૂ થઈ જશે.

આજે વિવિધ 15 રમતો રમાશે. જો કે ગેમ્સના ઉદ્ઘાટન પહેલાં જ ટેબલ ટેનિસ, કબડ્ડી અને ટેનિસ સહિતની રમતો શરૂ થઈ ગઈ છે. દરમિયાન અત્યંત ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સ જેવી અત્યંત મોટા ગજાની ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતનાની પીઠ થાબડતાં કહ્યું હતું કે તેમની સુઝબુઝ થકી જ આ આયોજન સફળ થઈ શક્યું છે અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય નહીં બલ્કે આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થઈ રહ્યું છે.

દરમિયાન નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ ગાયક શંકર મહાદેવન, મોહિત ચૌહાણ ઉપરાંત ગુજરાતી કલાકારોએ શાનદાર પરફોર્મન્સ થકી કાર્યક્રમમાં અલગ જ શમાં બાંધ્યો હતો. જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ખેલાડીઓને શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ પી.વી.સિંધી, નિરજ ચોપડા, બજરંગ પુનિયા સહિતના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રમતોમાંથી પરિવારને મુળમાંથી ઉખેડી ફેંક્યો: હાર-જીતને અંતિમ ન ગણો: મોદી
અત્યારે ભારત જે રીતે રમત-ગમતમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે તેવું પહેલાં પણ થઈ શકે તેમ હતું; જો કે ત્યારે પરિવારવાદ અને ભ્રષ્ટાચારે માજા મુકી’તી
વડાપ્રધાન મોદીએ 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, પાછલા આઠ વર્ષમાં રમતોમાંથી ભ્રષ્ટાચાર અને પરિવારવાદને ઉકેડી ફેંકીને યુવાઓમાં તેના સ્વપ્નને લઈને ભરોસો વ્યક્ત કરાવ્યો છે. રમતોને દેશના યુવાઓની ઉર્જાનો સ્ત્રોત ગણાતાં મોદીએ કહ્યું કે ખેલાડીઓની જીત અને તેમનું દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રમાં પણ દેશની જીતનો રસ્તો બનાવે છે.

રમતની દુનિયામાં સામર્થ્ય બતાવવાની ક્ષમતા દેશમાં પહેલાં પણ હતી અને આ વિજય અભિયાન પહેલાં પણ શરૂ થઈ શકતું હતું પરંતુ રમતોમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વાદને કારણે આ શક્ય બની શક્યું નહોતું. અમે અલગ વ્યવસ્થા કરીને સફાઈ પણ કરી અને યુવાઓમાં અલગ ભરોસો પ્રસ્થાપિત કર્યો છે. મોદીએ કહ્યું કે આ દૃશ્ય, આ તસવીર, આ માહોલનું શબ્દમાં વર્ણન કરી શકાય તેમ નથી. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વનો આટલો યુવા દેશ અને દેશનો સૌથી મોટો રમત ઉત્સવ...જ્યારે આયોજન આટલું અદ્વિતીય હોય તો પછી તેની ઉર્જા કેટલી અસાધારણ હશે...

કોઈ પણ દેશની પ્રગતિ તેના સન્માનનો રમતોમાં તેની સફળતા સાથે સીધો સંબંધ હોય છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે. દુનિયામાં જે દેશ વિકાસ અને અર્થવ્યવસ્થા મામલે ટોચ પર છે તેમાંથી મોટાભાગના દેશો રમતના પોઈન્ટ ટેબલમાં ટોચ પર જ હોય છે. તેમણે ખેલાડીઓને હાર-જીતની પરવા કર્યા વગર રમતભાવનાથી રમવાનો આગ્રહ કરતાં કહ્યું કે હું તમામ ખેલાડીઓને એક મંત્ર આપવા માંગું ચું. જો તમારે સ્પર્ધા જીતવી છે તો કમિટમેન્ટ અને કન્ટીન્યુટીમાં જીવવું શીખવું પડશે. હાર-જીતને તમે અંતિમ ન માનીને રમતભાવનાને જીવનનો હિસ્સો બનાવો.

ભારતની યુવાશક્તિના ઉત્સાહની ગુંજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સંભળાઈ રહી છે: મુખ્યમંત્રી
નેશનલ ગેમ્સ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવશે
નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ભારતની યુવાશક્તિના ઉત્સાહની ગુંજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંભળાઈ રહી છે. નેશનલ ગેમ્સ વડાપ્રધાનની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવાની દિશામાં એક ઉત્તમ પહેલ સાબિત થશે. વડાપ્રધાનના નેતૃત્વમાં 36મી નેશનલ ગેમ્સનું ભવ્ય આયોજન ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે પાર પાડ્યું છે.

સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમના આયોજનમાં વર્ષો લાગી જતા હોય છે પરંતુ ગુજરાતમાં નરેન્સ્રભાઈએ વિકસાવેલા વર્ક કલ્ચરને પરિણામે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરી બતાવ્યું છે. સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે ત્યારે આ પ્રસંગ ખેલાડીઓમાટે અવિસ્મરણીય બની રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement