વાંકાનેરના ધિયાવડમાં માતા લાપતા થતા બંને પુત્રીએ ઝેરી દવા ગટગટાવી

30 September 2022 11:19 AM
Morbi Gujarat
  • વાંકાનેરના ધિયાવડમાં માતા લાપતા થતા બંને પુત્રીએ ઝેરી દવા ગટગટાવી

લાપતા થયેલી પરિણીતાની ગુમનોંધ કરવા ગયેલા પતિ અને પુત્રીઓ સાથે પોલીસે ગેરવર્તન કરતા લાગી આવ્યું:બંને તરુણીઓ રાજકોટની સિવિલમાં સારવારમાં

રાજકોટ,તા.30
વાંકાનેરના ધિયાવડમાં વાડીએ કામ કરતી મહિલા લાપતા થતા તેમના પતિ અને પુત્રીઓ વાંકાનેર પોલીસમાં ગુમનોંધ કરવા ગયા હતા ત્યાં પોલીસે ગેરવર્તન કરી તપાસના નામે ઉડાઉ જવાબ આપતા બંને બહેનોએ ઝેરી દવા પી લીધી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવની વિગતો મુજબ,મૂળ છોટા ઉદેપુરની વતની અને હાલ વાંકાનેરના ધિયાવડમાં નરેન્દ્રસિંહની વાડીએ રહી પરિવાર સાથે ખેતમજૂરી કરતી હિના દુરસિંગ રાઠવા(ઉ.વ.11) અને નાની બહેન રશ્મિકા (ઉ.વ.9) બંને ગઈકાલે સાંજના સમયે કોઈ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

બનાવ અંગે તરુણીના પિતા દૂરસિંગે જણાવ્યું હતું કે,તેમના પત્ની લખીબેનને કોઈ શખ્સ તા.25/09 ના રોજ કોઈ ભગાડી જતા જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમનોંધ કરવા ગયા હતા ત્યાંના હાજર પોલીસ સ્ટાફે ગેરવર્તન કરી અમારે તેમને શોધવાના ન હોય તમારે ધ્યાન રાખવું પડે તેમ ઉડાઉ જવાબ આપતા બંને બહેનોએ કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ મહિલા બીજીવાર ભાગી ગઈ હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement