રાજકોટમાં કલાસીસમાં જતી સગીરાનો પીછો કરી પ્રેમસબંધ રાખવા દબાણ : ત્રણ શખ્સો સકંજામાં

30 September 2022 11:21 AM
Rajkot Crime
  • રાજકોટમાં કલાસીસમાં જતી સગીરાનો પીછો કરી પ્રેમસબંધ રાખવા દબાણ : ત્રણ શખ્સો સકંજામાં

ત્રણેય લવરમુછીયાં બાઇક લઈ સગીરાના ઘર પાસે આંટાફેરા કરી પજવણી કરતા અને પ્રેમસબંધ નહીં રાખે તો છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતા ગભરાયેલી સગીરાએ પરિવારને હકીકત જણાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ,તા.30
રાજકોટમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી છાત્રાનો પીછો કરી અવાર-નવાર પજવણી કરી ધમકીઓ આપતા કિશોર સહિત ત્રણ શખ્સ સામે પ્ર.નગર પોલીસમાં પોકસો અને ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.આ બનાવમાં પીએસઆઈ એ.એ.ખોખર સહિતના સ્ટાફે તપાસ કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં છાત્રાના પિતાની ફરિયાદ પરથી માનવ શ્યામભાઈ વાઘેલા(રહે. ભીલવાસ),ધવલ ઉર્ફે પિન્ટુ મનોજ વાઘેલા અને અક્ષય વિપુલભાઈ વાઘેલા સામે 354 (ઘ), 504, 506(2), 114 અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ત્રણેયને સકંજામાં લઈ તમામની પુછપરછ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે,ભોગ બનનાર 16 વર્ષની સગીરા ધો.12 માં અભ્યાસ કરે છે.જેનો આરોપી માનવ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે અવાર નવાર સગીરાના ઘરની આજુ બાજુ આંટાફેરા કરે છે.તેમજ ઘણા સમયથી સગીરા જ્યારે ટ્યુશન કલાસ જતી હોય તે સહિતના સ્થળે પીછો કરી પજવણી કરતો હતો.તેમજ એક વખત છાત્રાને અટકાવી આરોપી માનવે તેના મિત્રો પિન્ટુ અને એક સગીર સાથે મળી તેને પ્રેમસંબંધ નહી રાખે તો તેના છરીના ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ મામલે કિશોરીએ તેના ઘરે જઇ પિતાને હકીકત જણાવી અને પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement