રાજસ્થાનનું કોકડુ હજી ગૂંચવાયેલું : સચિનને મુખ્યમંત્રી બનાવવા કરતાં વહેલી ચૂંટણીનો દાવ ખેલવા ગેહલોત જૂથનો સંકેત

30 September 2022 11:28 AM
India Politics
  • રાજસ્થાનનું કોકડુ હજી ગૂંચવાયેલું : સચિનને મુખ્યમંત્રી બનાવવા કરતાં વહેલી ચૂંટણીનો દાવ ખેલવા ગેહલોત જૂથનો સંકેત

સચિન પાયલોટ દિલ્હીથી પરત ફર્યા : હવે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી બાદ જ રાજસ્થાન અંગે કોઇ નિર્ણય લેવાય તેવા સંકેત

જયપુર : કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી વચ્ચેના નાટ્યાત્મક દ્રશ્યોમાં રાજસ્થાનમાં હવે અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે યથાવત રહે છે કે કેમ તેના પર સૌની નજર છે તો બીજી તરફ હાલ પોતાના હથિયારો મ્યાન કરીને બેસેલા પાયલોટ જૂથ એક વખત પ્રમુખ પદનું ચિત્ર સ્પષ્ટ થાય પછી પોતાનો નવો દાવ ખેલે તેવી શક્યતા નકારાતી નથી.

ગેહલોત જૂથે ખુલ્લી ધમકી આપી છે કે રાજ્યના મુખ્યમંત્રી પદે સચિન પાયલોટને મુકવાને બદલે પક્ષે વહેલી ચૂંટણીમાં જવું જોઇએ. અને ત્યારબાદ નવા મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેવો જોઇએ.બીજી બાજુ રાજ્યમાં લાંબા સમયથી મુખ્યમંત્રી પદ માટે રાહ જોઇ રહેલા સચિન પાયલોટ હવે દિલ્હીથી પરત ફર્યા છે.

આગામી એક કે બે દિવસમાં તેઓને મુખ્યમંત્રી પદ માટે પ્રક્રિયા શરુ થઇ જશે તેવું મનાય છે. જો કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં મતદાનની નોબત આવે તો પાયલોટે રાહ જોવી પડશે અને તા. 18-19 બાદ જ રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી આવશે.

બીજી તરફ ગેહલોત જુથ મુખ્યમંત્રી પદે સચિન પાયલોટને બેસાડવાના મોવડી મંડળના નિર્ણયની સામે બળવો કરે તેવી શક્યતા પણ છે અને ખુદ અશોક ગેહલોત નવો પ્રાદેશિક પક્ષ સ્થાપી ફરી ચૂંટણીનો દાવ ખેલી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement