ગુજરાતથી પ્રથમ વંદેભારત ટ્રેનને લીલીઝંડી, અમદાવાદમાં મેટ્રોનું સ્વપ્ન સાકાર

30 September 2022 11:32 AM
Ahmedabad Gujarat India
  • ગુજરાતથી પ્રથમ વંદેભારત ટ્રેનને લીલીઝંડી, અમદાવાદમાં મેટ્રોનું સ્વપ્ન સાકાર
  • ગુજરાતથી પ્રથમ વંદેભારત ટ્રેનને લીલીઝંડી, અમદાવાદમાં મેટ્રોનું સ્વપ્ન સાકાર
  • ગુજરાતથી પ્રથમ વંદેભારત ટ્રેનને લીલીઝંડી, અમદાવાદમાં મેટ્રોનું સ્વપ્ન સાકાર

► ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વાકાંક્ષી પ્રોજેકટોનુ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

► ગાંધીનગરથી મુંબઈ 6.20 કલાકમાં પહોંચાશે: અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 23 સ્ટેશનોનુ પણ ઉદઘાટન: સાંજે અંબાજીમાં વડાપ્રધાનના કાર્યક્રમો

અમદાવાદ તા.30 : ગુજરાતમાં બે દિવસના પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદીઓનું સ્વપ્ન સાકાર કરાવ્યુ હોય તેમ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતું. ઉપરાંત દેશની ત્રીજી તથા પશ્ર્ચીમ રેલવેની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આજે બીજા દિવસે પણ વડાપ્રધાનના ભરચકક કાર્યક્રમો છે. અંબાજી ખાતે પણ મુલાકાત દરમ્યાન લોકાર્પણના કાર્યક્રમો છે

તેમજ માતાજીની મહાઆરતી પણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના બીજા દિવસનો પ્રથમ કાર્યક્રમ ગાંધીનગરથી મુંબઈ વચ્ચેની ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપવાનો હતો. ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન સવારે 10.30 વાગ્યે ગાંધીનગરથી ઉપડી 11.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. બપોરે 2 વાગ્યે અમદાવાદથી ઉપડીને સાંજે 7.35 વાગ્યે મુંબઈ પહોંચશે. 519 કી.મી.નું અંતર 6.20 કલાકમાં પુર્ણ થશે.વંદે ભારત ટ્રેન ઉપરાંત અમદાવાદમાં મેટ્રોના પ્રારંભનું પણ સ્વપ્ન પણ સાકાર કરાવ્યુ હતું.

અમદાવાદ મેટ્રોના પ્રથમ તબકકાની લંબાઈ 40.03 કી.મી. છે તે પૈકી 32.14 કીમીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. મેટ્રોના કુલ 32માંથી 6 સ્ટેશનો કાર્યરત છે અને 23નુ ઉદઘાટન કરવામાં આવશે. મેટ્રો ટ્રેન હાલના તબકકે 3 કોચની છે. ભવિષ્યમાં છ કોચ થઈ શકશે. તમામ કોચ સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવ્યા છે. ટિકીટભાડુ રૂા.5 થી 25નું રાખવામાં આવ્યું છે.

અમદાવાદ-ગાંધીનગરના કાર્યક્રમો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંબાજી પહોંચવાના છે અને અનેકવિધ પ્રોજેકટોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરશે. આ ઉપરાંત માતાજીની મહાઆરતી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગુરૂવારથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ દિવસે સુરત તથા ભાવનગરમાં રોડ-શો, જાહેરસભા યોજવા ઉપરાંત વિકાસકામોના શિલાન્યાસ-લોકાર્પણ કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement