વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ માઁ શક્તિની મહાઆરતી કરી

30 September 2022 11:45 AM
Gujarat
  • વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ માઁ શક્તિની મહાઆરતી કરી
  • વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ માઁ શક્તિની મહાઆરતી કરી
  • વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ માઁ શક્તિની મહાઆરતી કરી
  • વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ માઁ શક્તિની મહાઆરતી કરી

માતાજીના આશિર્વાદ મેળવ્યા; ગરબા નિહાળ્યા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોની હાજરી

મૉઁ શકિતની ભકિત અને આરાધનાનું મહાપર્વ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના ચોથા નોરતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘માઁ શકિત’ની મહાઆરતી કરી હતી. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ જોડાયા હતા. વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવથી ગુજરાતના આ મહોત્સવને સમગ્ર વિશ્ર્વમાં વિશેષ ઓળખ મળી છે.

આજે માત્ર દેશમાં જ નહીં, પરતુ સમગ્ર વિશ્ર્વમાં સૌથી લાંબા નૃત્યોત્સવ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચુકયો છે. ત્યારે આ આયોજનમાં રાજયની વિવિધ શકિતપીઠથી પણ ભાવિકો લાઇવ વિડીયો દ્વારા જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત મહાનુભાવોએ સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા પ્રસ્તુત ગરબાઓને નિહાળ્યા હતા.આ તકે સોલા ભાગવતના 108 જેટલા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શંખધ્વનિ દ્વારા વડાપ્રધાનનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વડાપ્રધાનને માઁ અંબાનું શ્રી યંત્ર ભેટ આપવામાં આવ્યું હતું.

આજની મહાઆરતીમાં રાજયના પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, પ્રવાસન રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ સી.આર.પાટીલ તેમજ અમદાવાદના મેયર કિરીટભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ પર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મેદાન પર ગુજરાતના વિકાસની ઝલક દર્શાવતી ખાસ થીમ પણ ઉભી કરવામાં આવી હતી. તેમાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રસીકરણ જેવા વિષયોને આવરી લેવાયા હતા. ભવ્ય સુશોભન તથા ડેકોરેશન કરવામાં આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement