છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી

30 September 2022 11:47 AM
Bhavnagar Government Gujarat Politics
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી
  • છેલ્લા અઢી દાયકા વડોદરા, સુરત, અમદાવાદના હતા-હવેનો સમય રાજકોટ, જામનગર, ભાવનગરનો: મોદી

► અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય સત્તા સુખ રહ્યું નથી: વડાપ્રધાને જાહેરસભામાં માહોલ ઉભો કરી દીધો

► આઝાદીના 75 વર્ષ સાથે ભાવનગરે પણ સ્થાપનાના 300 વર્ષ ઉજવતા અનોખો પ્રસંગ

► ભાવનગર શિક્ષણ, સંસ્કૃતિ, બંદરો, એલ.એન.જી. ટર્મીનલ સહિતના ક્ષેત્રોમાં હબ બનવા સક્ષમ છે

► રો-રો ફેરી સર્વિસથી વર્ષે 40 લાખ લીટર ઇંધણની બચત: મેરીટાઇમ મ્યુઝિયમ પણ સર્વત્ર જાણીતું બનશે

► ભાવનગર, બોટાદ, અમરેલીના 6500 કરોડના વિકાસ કામો શરૂ કરવા સાથે વિશાળ સભાને વડાપ્રધાનનું સંબોધન

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.30
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રુ.6,500 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઇ મોદીએ ઉદબોધનની શરુઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. ઉપસ્થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્યો છું. ભાવનગરે આજે મારા પર જે આશીર્વાદ વરસાવ્યા છે તેને હું કયારેય નહીં ભુલી શકુ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સૌ લોકોને મારા શત શત નમન. આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્થાપનાના 300 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે.

કરોડો રૂપિયાના પ્રોજેક્ટનાં લોકાપર્ણ અને શિલાન્યાસ થયા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડુતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે.

વડાપ્રધાનએ વધુ ઉમેરતા કહ્યુ હતુ કે, ગત બે અઢી દાયકામાં જે ગૂંજ વડોદરા, સુરત અને અમદાવાદની રહી છે તેવી ગૂંજ હવે ભાવનગર, રાજકોટ અને જામનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધિ અંગેનો મારો આ વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે, અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન એમ ત્રણેય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ છે. કાર્યક્રમ આ જ દિશામાં ડબલ એન્જિન સરકારના પ્રયાસનો જીવતો જાગતો પુરાવો છે.

ભાવનગર એ દરિયાકાંઠો ધરાવતો જિલ્લો છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. પરંતુ આઝાદી બાદ દાયકાઓ સુધી દરિયાકાંઠાના વિકાસ પર ધ્યાન ન આપવાના કારણે આ વિશાળ સમુદ્રકિનારો લોકો માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો. છેલ્લા બે દાયકામાં સરકારે રોજગારના અનેક અવસર ઉભા કર્યા છે ગુજરાતમાં અનેક બંદરોને વિકસિત કરવામાં આવ્યા છે અને બંદરોનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આજે ત્રણ મોટા એલએનજી ટર્મીનલ છે, પેટ્રોકેમિકલ હબ છે, આ ઉપરાંત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જયા એલએનજી ટર્મીનલ બનાવવામાં આવ્યુ હતું.

પાલિતાણામાં લોકાર્પિત થનારા સોલાર પાવર પ્રોજેકટના કારણે આ વિસ્તારના અનેક લોકોને સસ્તી અને પૂરતી વીજળી મળશે. ધોલેરામાં રીન્યુએબલ એનર્જી, સેઝ અને સેમિક્ધડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જે રોકાણ આવી રહ્યું છે તે ભાવનગર માટે પણ લાભદાયક પુરવાર થશે અને અમદાવાદ-ધોલેરા-ભાવનગર ક્ષેત્ર, વિકાસની નવી ઊંચાઈઓ પામશે. ભાવનગરનો પોર્ટ લેક ડેવલપમેન્ટમાં અગત્યના કેન્દ્ર તરીકે વિકાસ કરી તેને દેશના અલગ-અલગ ઔદ્યોગિક ક્ષેત્રો સાથે મલ્ટી મોડેલ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.

રોજગારના અનેક અવસર ઉભા કરવાની દિશામાં ભાવનગરની ભૂમિકા અને સંભાવનાઓ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ બંદર ગાડીઓના સ્ક્રેપિંગ, ક્ધટેઇનરનું ઉત્પાદન, ધોલેરા સર જેવા મોટા પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂરા કરશે. શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર અલંગને દેશમાં લાગુ થનારી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી વધુ લાભ થશે જહાજો ઉપરાંત નાના વાહનોના સ્ક્રેપિંગ હબ તરીકે પણ તેનો વિકાસ કરવામાં આવશે. ઘોઘા-દહેજ ફેરી તેમજ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસ સહિતના નવા પ્રકલ્પોના કારણે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 400 કિમીથી ઘટીને 100 કિમી થયું છે. આ સેવાઓના કારણે વાર્ષિક 40 લાખ લિટરથી વધુ ઈંધણની બચત થાય છે અને ત્રણ લાખથી વધુ લોકો તેનો લાભ મેળવે છે.

વડાપ્રધાને સત્તાને સેવાનું માધ્યમ ગણાવતા જણાવ્યુ હતુ કે, અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય સત્તા સુખ નથી રહ્યું. દુનિયાના સૌથી પ્રાચીન બંદરો પૈકીના એક એવા લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે આ મેરિટાઇમ મ્યુઝિયમ વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જ પોતાની આગવી ઓળખ ઊભી કરશે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવશે.

ભાવનગરમાં અમલી થતી આ યોજનાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના નિર્માણમાં ઉપયોગી થશે. નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરના પ્રખ્યાત નરશી બાવાના ગાંઠિયા અને પેંડા સાથે સંકળાયેલા સંસ્મરણો પણ તાજા કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, દરિયાકાંઠો ધરાવતો ભાવનગર જિલ્લો ઉદ્યોગ, આયાત અને નિકાસ માટે મોકાનું સ્થાન ધરાવે છે. રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ બ્રાઝિલને ગાય ભેટમાં આપી વિશ્વમાં ભાવનગરનું નામ ઉજાગર કર્યુ હતુ તેવી જ રીતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રુ.4024 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિશ્વનું સૌ પ્રથમ સી એન જી ટર્મિનલ એક નવું સિમાચિન્હ બનશે. જિલ્લાના નવા મોઢિયા ખાતે રુ.200 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ વિસ્તારમાં જી આઇ ડી સી ઔદ્યોગિક વિકાસ સાથે યુવા રોજગારીનું સક્ષમ માધ્યમ બનશે.

આ પ્રસંગે નરેન્દ્રભાઇ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા ચાંદીનો ગરબો, શાલ તેમજ પાઘડી પહેરાવી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતુ.


Related News

Advertisement
Advertisement
Advertisement