કોંગ્રેસમાં પ્રમુખપદ ચૂંટણીમાં T20 જેવી સ્થિતિ

30 September 2022 11:56 AM
India Politics
  • કોંગ્રેસમાં પ્રમુખપદ ચૂંટણીમાં T20 જેવી સ્થિતિ

રાજસ્થાનના પ્રભારી અજય માકનનો નવો વીડિયો વાઇરલ :વિવાદ

નવી દિલ્હી :
કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ટી-20 જેવી સ્થિતિ બની છે અને પળેપળે દ્રશ્યો બદલાઈ રહ્યા છે. છેલ્લા અહેવાલ મુજબ સર્વસંમતિથી નવા પ્રમુખની ચૂંટણી થાય તે માટે શશી થરુરને મનાવવાના પ્રયાસો ચાલુ થયા છે અને મલ્લીકાર્જુન ખડગે નવા પક્ષ પ્રમુખ બને તેવી શક્યતા પર પક્ષના અનેક નેતાઓ એકશનમાં આવ્યા છે.

બીજી તરફ રાજસ્થાનમાં સર્જાયેલી કટોકટીમાં હવે કોંગ્રેસના પ્રભારી અજય માકનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ગેહલોત જુથ પર ગંભીર આક્ષેપો કરતાં દર્શાવાયા છે.

એ પણ જણાવતા દર્શાવાયા છે કે, આપણી (પાયલોટ જૂથ)ની સંખ્યા વધતી જશે, ગેહલોત ઓવર સ્માર્ટનેસ બતાવી રહ્યા છે. કોંગ્રેસનો એ આક્ષેપ છે કે રાજસ્થાનમાં જે કટોકટી સર્જાઇ તે માટે અજય માકનની ભૂમિકા જવાબદાર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement