ભાવનગર અભિભૂત; વડાપ્રધાનની ઝલકથી લોકો રોમાંચિત

30 September 2022 12:01 PM
Bhavnagar Gujarat Politics Top News
  • ભાવનગર અભિભૂત; વડાપ્રધાનની ઝલકથી લોકો રોમાંચિત
  • ભાવનગર અભિભૂત; વડાપ્રધાનની ઝલકથી લોકો રોમાંચિત
  • ભાવનગર અભિભૂત; વડાપ્રધાનની ઝલકથી લોકો રોમાંચિત

જાજરમાન રોડ શોમાં પ્રેમનો સહર્ષ સ્વીકાર કરતા મોદી: રાસ, પપેટ શો, પુષ્પ વર્ષાના દ્રશ્યો યાદગાર બન્યા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.30
ભાવનગર ખાતે મહિલા કોલેજ સર્કલ થી રૂપાણી સર્કલસુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. ગઇકાલે આ રોડ શોમાં ભાવનગર વાસીઓ પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. કારમાં સવારથી પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો ભાવનગરવાસીઓ એકત્રિત થયાં હતાં.

વડાપ્રધાનનો કાફલો પસાર થતાં લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ હાથ હલાવી ભાવનગર વાસીઓએ વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

આ રોડ-શોમાં મહિલા કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ સોંગ પર કથક ડાન્સ પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો. જે નિહાળી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં.ત્યારબાદ યશવંતરાય નાટ્યગૃહ પાછળનાં ગેટ ખાતે ભુંગળ, કાંસી, દોકળ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે ભવાઇ રજૂ કરવામાં આવી હતી. જેને દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ઘોઘા સર્કલ અખાડા પાસે તરણેતરનો રાસ તેમજ ઘોઘા સર્કલ મશહૂર જ્યુસ સેન્ટર સામે પિરામિડ સાથે રાઠવા નૃત્ય, ઘોઘા સર્કલ પાસે વંદે માતરમ ગીત પર કલાપથ સંસ્થા અને નિપાબેન ઠક્કર નૃત્ય ગ્રુપ દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, ઘોઘા સર્કલ મીઠાવાળાનાં બંગલા પાસે પઢાર નૃત્ય મંજીરાં અને કાશીજોડા સાથે રજૂ કરવામાં આવ્યા હતાં.

રૂપાણી સર્કલ ખાતે માંડવડી ગરબા, રાસ તેમજ ઢોલનાં તાલે ચિત્તાની પ્રતિકૃતિમાં ડાન્સ અને પપેટ શો યોજાયો હતો. જે દર્શકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.વિવિધ પોઇન્ટ પર વડાપ્રધાનનું ભાવનગરના અગ્રણીઓ, સંસ્થાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોના પ્રેમનો એ જ ઉત્સાહથી પ્રેમસભર પ્રતિસાદ આપતાં વડાપ્રધાનશ્રીએ સમગ્ર રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શોના સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સમગ્ર રૂટ પર ઉપસ્થિત જનમેદનીએ વડાપ્રધાનશ્રીના માનમાં પુષ્પવર્ષા કરીને દેશના હિત અને વિકાસમાં હંમેશા કાર્યરત રહેવા માટે શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
આ ભવ્ય રોડ શોમાં પ્રધાનમંત્રીના અભિવાદનના દ્રશ્યો ભાવનગરઓના સ્મૃતિપટલ પર કાયમ માટે અંકિત થઈ થયાં ગયાં હતાં. રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર સલામતી અને લોકોની સગવડતા માટે સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી.

વડાપ્રધાનની સભા સાથે સાથે...
લાંબા સમયે આવ્યો પણ ખાલી હાથ આવ્યો નથી; ગાંઠીયાં યાદ કર્યા
♦ જવાહર મેદાન ખાતે યોજાયેલ જંગી જાહેર સભામાં વડાપ્રધાને શરૂઆતમાં જ ભાવનગરવાસીઓની ક્ષમા માંગી જણાયું હતું કે લાંબા સમય પછી ભાવનગર આવ્યો છું પરંતુ ખાલી હાથે આવ્યો નથી.
♦ ભાવનગરના ગાંઠિયાને વડાપ્રધાની યાદ કરીને કહ્યું હતું કે ભાવનગરના ગાંઠીયા દેશભરમાં અને દુનિયાભરમાં જાણીતા છે. નવરાત્રી હોવાથી તેઓ ગાંઠીયા લઈ નહીં શકે તેમ જણાયું હતું.
♦ વડાપ્રધાનના આગમન સાથે જ સભાગૃહ મોદી ..મોદી..થી ગુંજી ઊંચું હતું.
♦ વડાપ્રધાન બપોરે સવા બે વાગ્યે આવ્યા હતા તે પહેલા કાર્યક્રમમાં જાણીતા કલાકારોએ લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવી હતી.
♦ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લખેલ પ્રવચન વાંચી સંભળાયું હતું જ્યારે વડાપ્રધાને એ મૌલિક રીતે અડધી કલાક સુધી પ્રવચન આપ્યું હતું.
♦ વડાપ્રધાન મોદીને સાફો પહેરાવ્યા બાદ નવરાત્રી હોય ગરબા ની, ખોડીયાર માતાના ફોટા સહિત વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.
♦ ભાવનગરમાં જંગી મેદની અને લોકોના પ્રેમથી મોદી ભાવુક થયા હતા અને તેઓ ભાવનગર વાસીઓને ક્યારેય નહીં ભૂલે તેમ જણાયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement