ચીની કંપનીઓ પર EDની સર્જીકલ સ્ટ્રાઈક, 9 કંપનીના રૂ।.82 કરોડ ફ્રીઝ કરી દેવાયા

30 September 2022 12:02 PM
India
  • ચીની કંપનીઓ પર EDની સર્જીકલ સ્ટ્રાઈક, 9 કંપનીના રૂ।.82 કરોડ ફ્રીઝ કરી દેવાયા

નવી દિલ્હી, તા.30
ચીની કંપનીઓ પર EDએ સ્ટ્રાઈક કરી છે. 9 કંપનીના રૂ।.82 કરોડ ફ્રીઝ કરી દેવાયા છે. આ ચીન સમર્થિત કંપનીઓ છે. જે બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહેતી, અને બદલામાં મોટો નફો આપવાની લાલચ આપતી હતી.

હાલ કંપનીઓના એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી અને રૂ।.82 કરોડની થાપણો જપ્ત કરી છે. મતલબ કે હવે આ ચીની સમર્થિત કંપનીઓ તે નાણાનો ઉપયોગ કરી શકશે નહીં. વાસ્તવમાં ચીન સમર્થિત કંપનીઓ ભારતની અંદર પોતાની આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલી કંપનીઓનું નેટવર્ક ફેલાવીને એક મોટા ષડયંત્ર માટે નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તપાસ એજન્સી EDએ આ મામલે મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે બિટકોઈન અને તેના બદલામાં કેવી રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે લાલચ આપવામાં આવી રહી હતી.

EDએ ગયા વર્ષે 8 ઓક્ટોબર 2021ના રોજ આ કેસનો કબજો લીધો હતો અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. વાસ્તવમાં આ કેસ નાગાલેન્ડની રાજધાની કોહિમા સ્થિત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ઇંઙણ ટોકન નામની મોબાઈલ એપ અને તેની સાથે જોડાયેલી ઘણી કંપનીઓની માહિતી સામે આવી છે.

નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી તે ચીની સમર્થિત કંપનીઓના પ્રારંભિક નેટવર્કની શરૂઆત પણ પ્રશ્નો અને તપાસના રડાર પર છે. કારણ કે નાગાલેન્ડ અથવા તેની આસપાસના રાજ્યો ચીનના સરહદી વિસ્તાર સાથે જોડાયેલા છે. આથી આ કેસમાં થનારી વધુ તપાસમાં ટૂંક સમયમાં અન્ય ઘણા ખુલાસા થઈ શકે છે. 14 સપ્ટેમ્બર 2022ના રોજ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કાર્યવાહી કરતી વખતે લગભગ 46 કરોડ 67 લાખ રૂપિયા ફ્રીઝ દેવામાં આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement