દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

30 September 2022 12:04 PM
India
  • દેશમાં અનાજનું ઉત્પાદન ઘટયું, દાળ-શાકભાજીનું વધ્યું

અનાજ ઉત્પાદનમાં ઉતરપ્રદેશની ભાગીદારી ઘટી, પણ મધ્યપ્રદેશની ભાગીદારી વધી: દુનિયાભરમાં કૃષિ યોગ્ય ભૂમિમાં ભારત બીજા ક્રમે: કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી તા.30
કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12માં સ્થૂળ મૂલ્ય ઉત્પાદનમાં અનાજની ભાગીદારી 28.2 ટકા હતી, જે 2019-20માં ઘટીને 27.3 ટકા રહી ગઈ છે. દાળની ભાગીદારી 4.4 ટકાથી વધીને 5.1 ટકા થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારના આંકડાકીય અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે વર્ષ 2011-12 થી 2019-20 સુધી કૃષિ, વનસંવર્ધન અને મત્સ્ય ઉછેર પર રિપોર્ટ જાહેર કર્યો છે. અનાજ ઉત્પાદનમાં ઉતરપ્રદેશની ભાગીદારી ઘટી: યુપીમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન પણ ભાગીદારી ઘટી છે. રિપોર્ટ મુજબ દેશભરમાં ઉતરપ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન કરાયું છે, જો કે તેમાં ભાગીદારી ઘટી છે. તેની ભાગીદારી વર્ષ 2011-12માં 18.6 ટકા હતી, જે વર્ષ 2019-20માં ઘટીને 18.5 ટકા થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું અનાજમાં યોગદાન વધ્યું: વર્ષ 2011-12માં અનાજ ઉત્પાદનમાં મધ્યપ્રદેશની ભાગીદારી 6.2 ટકા હતી

જે 2019-20માં વધીને 10 ટકા થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ભારત દુનિયાભરમાં કૃષિ યોગ્ય ભૂમિમાં બીજા ક્રમે છે.ફળો અને શાકભાજીઓનું સ્થૂળ મૂલ્ય ઉત્પાદન સૌથી વધુ: વર્ષ 2019-20માં દેશભરમાં ફળ અને શાકભાજીનું સ્થુળ મૂલ્ય ઉત્પાદન 383.3 હજાર કરોડ હતું. અનાજની તુલનામાં આર લગભગ 6000 કરોડ વધુ છે. વર્ષ 2011-12માં અનાજનું સ્થુળ મુલ્ય ઉત્પાદન 336.4 હજાર કરોડ હતું, જે બધા પાકોમાંથી સૌથી વધુ હતું. કૃષિમાં પાકોની ભાગીદારી 2011-12માં 62.4 ટકા હતી જે વર્ષ 2019-20માં ઘટીને 55 ટકા થઈ ગઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement