નાની બચત ખાતાધારકોને રાહત : અમુક સ્કીમોમાં વ્યાજ દરમાં વધારો

30 September 2022 12:06 PM
India
  • નાની બચત ખાતાધારકોને રાહત : અમુક સ્કીમોમાં વ્યાજ દરમાં વધારો

સ્મોલ સેવિંગ્સ સ્કીમોમાં વ્યાજ દરમાં થશે 0.30 ટકાનો વધારો : 31મી ઓક્ટોબરથી અમલ

નવી દિલ્હી,તા. 30
મોંઘી થતી લોન દરમિયાન સરકારે સામાન્ય લોકોને રાહત આપી છે. સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિત કેટલાક લઘુ બચત યોજનાઓના વ્યાજ દરોમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. જો કે નોકરિયાત વર્ગની લોકપ્રિય બચત યોજના પબ્લીક પ્રોવિડન્ટ ફંડ-પીપીએફ પર વ્યાજ દર 7.1 ટકા પર યથાવત રકાયો છે. પાંચ વર્ષની રેકરીંગ જમા પર વ્યાજ પહેલાની જેમ 5.8 ટકા મળશે.

વ્યાજ દરોમાં ફેરફાર બાદ પોસ્ટ ઓફીસમાં ત્રણ વર્ષના સમયગાળાની જમા રકમ પર હવે 5.8 ટકા વ્યાજ મળશે, જે હાલમાં 5.5 ટકા છે. આ જ રીતે ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો થશે.

નાણા મંત્રાલય તરફથી ગઇકાલે જાહેર કરાયેલ સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બરની ત્રિમાસિકમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના પર હવે 7.6 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી આ યોજના પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

કિસાન વિકાસ પત્રના સંદર્ભમાં તેનો સમયગાળો અને વ્યાજ દર બન્નેમાં સંશોધન કર્યું છે. જે અંતર્ગત કિસાન વિકાસ પત્ર પરહવે વ્યાજ 7.0 ટકા થશે જે પહેલા 6.9 ટકા હતો. હવે તે 124 મહિનાના બદલે 123 મહિનામાં મેચ્યોર થઇ જશે.

નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમના ખાતા ધારકોનું મૃત્યુ થવા પર ઓપરેટિંગ એજન્સીઓ તેને પ્રિમેચ્યોર ક્લોઝર અર્થાત ખાતાને સમય પહેલા બંધ માનીને મનમાની રીતેખાતાને બંધ નહીં કરી શકે. આ મામલે ફરિયાદ પર નાણા મંત્રાલયે સફાઈ આપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement