અયોધ્યામાં ફિલ્મી સ્ટાર્સની રામલીલા ઓનલાઈન 16 કરોડ દર્શકોએ નિહાળી

30 September 2022 12:06 PM
Entertainment
  • અયોધ્યામાં ફિલ્મી સ્ટાર્સની રામલીલા ઓનલાઈન 16 કરોડ દર્શકોએ નિહાળી

દૂરદર્શન સહિત સોશ્યલ મીડીયામાં રામલીલાનું પ્રસારણ

અયોધ્યા તા.30 : મા ફાઉન્ડેશનના તત્વાવધાનમાં લક્ષ્મણ કિલામાં ચાલી રહેલી ફિલ્મી સિતારાઓની રામલીલામાં ગુરુવારે ચોથા દિવસે ભગવાન રામના વનવાસ અને દશરથ રાજાના મૃત્યુ પ્રસંગની લીલાનું મંચન કરાયું હતું.ફિલ્મ અભિનેતા ગિરિજાશંકરે પોતાના અભિનયથી પુરા વાતાવરણને એટલું તો ભાવુક બનાવી દીધું હતું કે દર્શકોની આંખોમાં આંસુ છલકાયા હતા.

જયારે યુવા કલાકાર રાહુલ બુચરે પણ પોતાના અભિનયથી છાપ છોડી હતી. ગિરિજાશંકર રાજા દશરથની અને રાહુલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. બીજી બાજુ, રામલીલાના આયોજક બાબી મલિકે દાવો કર્યો હતો કે ચાર દિવસમાં દુનિયાભરના 16 કરોડથી વધુ દર્શકોએ રામલીલા જોઈ છે, જેનું શ્રેય દુરદર્શન અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને જાય છે.

તેમણે આશા રાખી હતી કે અંતિમ દિવસ સુધીમાં દર્શકોની સંખ્યાનો રેકોર્ડ તૂટી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2020માં 10 દિવસની રામલીલામાં કુલ 16 કરોડ અને 2021માં કુલ 22 કરોડ દર્શકો મળ્યા હતા. અયોધ્યામાં રામલીલાનું ચોથા દિવસે રાજયના બેઝીક શિક્ષણ મંત્રી સંદીપકુમાર સિંહે હાજરી આપી કલાકારોને પ્રોત્સાહીત કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement