યુક્રેનના બે ક્ષેત્રોને ‘સ્વતંત્રતા’ આપતા પુટીન: આજે ચાર શહેરોને રશિયા સાથે ‘એટેચ’ કરી દેશે

30 September 2022 12:12 PM
India World
  • યુક્રેનના બે ક્ષેત્રોને ‘સ્વતંત્રતા’ આપતા પુટીન: આજે ચાર શહેરોને રશિયા સાથે ‘એટેચ’ કરી દેશે

દક્ષિણ યુક્રેનને અલગ કરી દેવાનો પ્લાન અમલી: કેમલીનમાં ભવ્ય જલશો: પુટીન સતાવાર જાહેરાત કરશે

મોસ્કો: 8 માસથી ચાલી રહેલા રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદના યુદ્ધમાં એક નિર્ણાયક અને નાટયાત્મક પગલામાં રશિયાના પ્રમુખ વ્હાદીમીર પુટીને યુક્રેનના બે પ્રાંત જામોરિજિયા અને બેરાસોનને યુક્રેનની સ્વતંત્ર જારી કરી દીધા છે અને વધુ બે પ્રાંત ડોનેટ્રસ્ક તથા લુહાસ્કને પણ આગામી દિવસમાં સ્વતંત્ર જારી કરી યુક્રેનના ટૂકડા કરી દક્ષિણ યુક્રેનને તેના મૂળ દેશની અલગ કરી દેશે.

ગઈકાલે મોસ્કોમાં પુટીને એક આદેશ બહાર પાડીને જાહેર કર્યુ કે હું દક્ષિણ યુક્રેનના જામોરિજિયા અને બેરસોનને સ્વતંત્રતા તથા સાર્વભૌમત્વનોની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય બે પ્રાંત-શહેરોને પણ આજ સ્વતંત્ર જારી કરશે.

યુક્રેનમાં રશિયા હવે તેના આક્રમણને મર્યાદીત બનાવવા માંગશે અને તેથી આજે મોસ્કોના કેમલીનમાં એક ભવ્ય સમારોહમાં સતાવાર રીતે ચાર પ્રાંત યુક્રેનથી અલગ કરી દેવાની જાહેરાત થશે અને બાદમાં આ ચારેય પ્રાંત શહેરોને રશિયા સાથે ‘એટેચ’ જોડી દેશે.

હાલમાં જ રશિયાના દળોની હાજરીમાં ‘લોકમત’ લેવામાં હતા જેમાં રશિયાના દાવા મુજબ 99% લોકોએ રશિયા સાથે જોડાવાની તરફેણ કરી હતી. જો કે યુક્રેને આ દાવો મંજુર રાખ્યો નથી અને આ ક્ષેત્રમાં રશિયન દળોનો પુર્ણ અંકુશના દાવાને પણ નકારી કાઢયો હતો અને પશ્ચિમી દેશો પણ રશિયાના આ વલણ સામે આકરો પ્રતિભાવ આપશે. રશિયાના પ્રમુખ પુટીન યુક્રેનના આ ક્ષેત્રોની રક્ષા માટે પરમાણુ હથિયારનો પણ ઉપયોગ કરવાની જાહેરાત કરી ધમકી આપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement