દિલ્હીમાં દુષ્કર્મ પીડિત બાળા આરોપીના પાપે HIV ગ્રસ્ત થઇ ગઇ

30 September 2022 12:14 PM
Crime India
  • દિલ્હીમાં દુષ્કર્મ પીડિત બાળા આરોપીના પાપે HIV ગ્રસ્ત થઇ ગઇ

મહિલા આયોગે આ મામલે લાપરવાહી બદલ પોલીસ-હોસ્પિટલની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. 29
આઠ વર્ષથી એક દુષ્કર્મ પીડિતા દુષ્કર્મીથી એચઆઇવી ગ્રસ્ત થતા આ મામલે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી સરકારી હોસ્પિટલ અને પોલીસની કાયર્ર્વાહી સામે સવાલ ઉઠાવ્યા છે અને આ મુદ્દે દિલ્હી સરકારને રિપોર્ટ આપી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે એચઆઇવી માટે યૌન હિંસાની પીડિતાઓ માટે ઉચિત બચાવ અને ઉપચાર નિશ્ચિત કરવા માટે એક મજબુત તંત્ર સમયની જરૂરત છે, જે દિલ્હીમાં લાગુ નથી.

તેમણે દિલ્હી પોલીસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ મોટા ભાગની હોસ્પિટલોમાં દુષ્કર્મના આરોપીનું એચઆઇવી સ્ટેટસ જમા નથી કરાવતી.


Related News

Advertisement
Advertisement
Advertisement