ધ્રાંગધ્રા હરિપર રોડ પર જૂથ અથડામણમાં PI-કોન્સ્ટેબલને ઇજા બાદ તનાવ : રેન્જ IGના ધામા

30 September 2022 12:22 PM
Surendaranagar Crime Gujarat
  • ધ્રાંગધ્રા હરિપર રોડ પર જૂથ અથડામણમાં PI-કોન્સ્ટેબલને ઇજા બાદ તનાવ : રેન્જ IGના ધામા
  • ધ્રાંગધ્રા હરિપર રોડ પર જૂથ અથડામણમાં PI-કોન્સ્ટેબલને ઇજા બાદ તનાવ : રેન્જ IGના ધામા
  • ધ્રાંગધ્રા હરિપર રોડ પર જૂથ અથડામણમાં PI-કોન્સ્ટેબલને ઇજા બાદ તનાવ : રેન્જ IGના ધામા
  • ધ્રાંગધ્રા હરિપર રોડ પર જૂથ અથડામણમાં PI-કોન્સ્ટેબલને ઇજા બાદ તનાવ : રેન્જ IGના ધામા

24 શખ્સો સામે ગુનો દાખલ : મોડી રાત્રે 8 ઈસમોની અટકાયત : ત્રણ દિવસથી કાયદો-વ્યવસ્થા મામલે ધ્રાંગધ્રા પુરા ગુજરાતમાં ચર્ચામાં આવી ગયુ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને મારામારી અને જૂથ અથડામણના બનાવો વધતા જઈ રહા છે તે એક સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરિપર રોડ પર વધુ એક વખત બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે મારામાર થઇ હતી.

આ મામલે 4થી વધુ લોકો ને ઇજાઓ પહોંચી છે જેમાં ધ્રાંગધ્રા પોલીસ મથક ના પી.આઈ ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.સામસામે પથ્થરમારાના પગલે અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.ત્યારે તમામને સારવાર માટે ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ડોક્ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્રાંગધ્રામાં કન્ટ્રોલ કરવા માટે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ધ્રાંગધ્રા પોલીસ અને પાટડી સહિત આજુબાજુના પોલીસ સ્ટાફને ધ્રાંગધ્રા ખાતે બોલાવવામાં આવ્યો છે અને બંદોબસ્ત પણ ગોઢવવામાં આવ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ 24 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
હીતેષભાઇ ઉર્ફે લાલો ગીરધરભાઇ ચૌહાણ, મહેન્દ્રભાઇ ઉર્ફે મળ્યો ખાનાભાઇ પરમાર, હર્ષદભાઇ જયંતીભાઇ સિંધવ, મહેન્દ્રભાઇ ઉર્ફે જાડો શીવાભાઇ પરમાર, અનીલભાઇ ઉકાભાઇ ચૌહાણ, ગણેશભાઇ ઉર્ફે ગીડો મોતીભાઇ જાદવ, આનંદભાઇ રાજુભાઇ છાસીયા, મનીષભાઇ ઉર્ફે લાલો અમુભાઇ ચૌહાણ, જયેશભાઇ ભલજીભાઇ વાણીયા, હરીભાઇ ઉકાભાઇ ચૌહાણ, હકો શીવાભાઇ પરમાર, નરેન્દ્ર ઉર્ફે પત્ની તળશીભાઇ ચૌહાણ, અક્ષયભાઇ ઉકાભાઇ સાગઠીયા, જીગો દીલીપભાઇ સિંધવ, પ્રકાશભાઇ દલજીભાઇ રાતોજા, ગાંગુલી જે કમાભાઈ ઠીંગણાનો ભાઈ થાય છે તે વિગેરે આશરે દોઢસો જેટલા માણસો.

સામા પક્ષે
અજુભાઇ જુમાભાઇ માણેક, રાજાબાબુ, યાકુબભાઇ જુમાભાઇ માણેક, ઇંદ્રશીભાઇ બબાભાઇ મોવર, રીયાજભાઇ ઇશાભાઇ માણેક, આશીફ ઇકબાલભાઇ મોવર, જુસબભાઇ હાજીભાઇ માણેક, શાહરૂખભાઇ સલીમભાઇ મોવર વિગરે માણસો આશરે પચાસ જેટલા માણસો.ત્યારે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તને સારવાર માટે ધાગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રેન્જ આઈ.જીની મુલાકાત બાદ 24 શખ્સો સામે ગુનો દાખલ થયો : જે પૈકી 8 લોકોની અટકાયત
કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ અને રેન્જ આઈ.જી સંદીપસિંઘ ધ્રાંગધ્રાની મુલાકાતે પહોંચ્યા હતા અને આજે પોલીસ કર્મીઓ ઉપર તથા જૂથ અથડામણ દરમિયાન પથ્થરમારો તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને હથિયારબંધી કથળાવનાર 24 ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રેન્જ આઈ.જી.ના આદેશ બાદ મોડી રાત્રે આઠ ઇસમોને પોલીસે ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે હજુ પણ 16 જેટલા લોકો પોલીસ પકડથી દૂર છે ત્યારે ઉલ્લેખનીય છે કે તેમની શોધ ખોળ પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પોલીસે હાથ ધરી છે.

જે પોસતું તે મારતું જેવી ધ્રાંગધ્રા પોલીસની પરિસ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો મુખ્ય કારણ પોલીસ ખુદ હોવાનું મનાઈ રહ્યું છે તેવા સંજોગોમાં જે ત્રણ દિવસમાં એવા મોટા બન્યા જેવા પોલીસ જ ચર્ચામાં આવી જેમાં પહેલા પોલીસની નબળી કામગીરીના કારણે દેવચરાડી ગામે યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો ત્યારે બીજી તરફ નજીકથી મોનિટરિંગ ટીમે દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી લીધો અને ત્યારબાદ જૂથ અથડામણ નો બનાવ અને જેમાં બે પોલીસ અધિકારીઓને ઇજાઓ પહોંચી ત્યારે આ સમગ્ર મામલે પોલીસ જ ચર્ચામાં આવી.

ત્યારે જે પોસતું તે મારતું કહેવત મુજબ ધ્રાંગધ્રામાં જાહેરમાં દારૂનું બેવફામ વેચાણ થઈ રહ્યું છે ક્યારે આવા બુટલેગર દારૂના વેચાણ માટે પોલીસને પૈસા આપતી હોવાની વાત પણ વહેતી થઈ છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ આ મામલે ચર્ચામાં રહી છે કારણ કે ખાસ કરીને હરીપર રોડ ઉપર આવેલી વિવિધ ખુલ્લી જગ્યાઓમાં સમગ્ર દિવસ દરમિયાન દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એક દારૂના અડ્ડા ના રૂપિયા 75 હજાર રૂપિયા પ્રતિ માસના પોલીસ લેતી હોવાના પણ સમગ્ર બાબતે ચર્ચા જાગી છે અને લોક મૂકે આ વાત પ્રસરી રહી છે ત્યારે ધાંગધ્રા પોલીસને ખોખલી બનાવવામાં આ મામલાનો હાથ હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

પોલીસની કાર્યવાહી ઉપર અનેક સવાલો
ધ્રાંગધ્રા માં દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે જેને લઇને જ વારંવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડથી જઈ રહી હોય તેવું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં જે તે સમયે બે પોલીસવડા બદલાઈ ગયા છે બીજી તરફ ધાંગધ્રા ડિવિઝનમાં બે ડીવાયએસપીઓની પણ છેલ્લા ત્રણ વર્ષમાં બદલ્યો થઈ છે ચાર જેટલા પીઆઇ અને છ જેટલા પીએસઆઇઓની બદલીઓ પણ છેલ્લા ત્રણ વર્ષમાં થઈ છે પરંતુ બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે હજુ સુધી તેમના દારૂ વેચવાના સ્ટેન્ડ નથી બદલાયા તેવી લોકો પાસેથી વિગતો મળી રહી છે ત્યારે આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તો આવા બુટલેગર ઉપર પોલીસ સ્ટાફ બદલાવવા છતાં પણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

રેન્જ આઈ.જી સંદીપસિંઘ ધ્રાંગધ્રા દોડી આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં રેન્જ આઈ.જી સંદીપ સિંઘ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે દોડી આવ્યા છે અને આ મામલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ અને પોલીસ કરીને સાથે બેઠક દોર યથાવત કરી દીધો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધાંગધ્રા કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનું એપિક સેન્ટર બન્યું છે પહેલા દેવચરાડી ગામે હત્યાનો બનાવ બન્યો.

જેમાં પોલીસની બેદરકારીના કારણે પરિવારજનોએ બે દિવસ સુધી લાશ ના સ્વીકારી અને આ મામલો થાળે પડ્યો ત્યાં દુદાપુર નજીકથી સ્ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ત્યાં આ વાતને હજુ 24 કલાકના થયા ધાગધ્રા ના હરીપર રોડ ઉપર જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો આશરે 200 લોકો બે સમાજના સામે સામે આવી ગયા અને પથ્થર મારા સહિતના કૃત્ય આચરવામાં આવ્યા ત્યારે આ મામલે પી.આઈ ચૌધરી અને એક પોલિસ કર્મીને ઇજા પહોંચી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિર્સ્થિતિને લઈ અને ચર્ચામાં આવેલું ધાંગધ્રા શાંત પડે તે માટે રેન્જ આઈ જી દોડી આવ્યા અને અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપવામાં આવી.


Related News

Advertisement
Advertisement
Advertisement