ગરબી જોવા મામલે કોળી યુવક પર પાંચ શખ્સોનો છરીથી હુમલો

30 September 2022 12:23 PM
Rajkot
  • ગરબી જોવા મામલે કોળી યુવક પર પાંચ શખ્સોનો છરીથી હુમલો

ચોટીલાનો બનાવ

રાજકોટ તા.30
ચોટીલા નજીક આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા ગયેલા ત્રાજપરના કોળી યુવક પર પાછળથી ધસી આવેલા જગુ અને તેના પુત્ર કનો સહિતના શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કરતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.

બનાવની વધુ વિગત અનુસાર, ચોટીલાના ત્રાજપર ગામે રહેતા વિશાલ ધીરાભાઈ ગાલુ (કોળી) (ઉ.23) ગત રોજ ગામમાં થતી ગરબી જોવા ગયેલ હતો. ત્યાં ગરબી જોવા મામલે ગામનાં જ સુરી, જગુ, અરવિંદ, કનુ અને અજાણ્યા શખ્સે ઝઘડો કર્યો હતો. ત્યારે ગામના લોકો એકઠા થઈ જતા યુવકને ઝઘડામાંથી છોડાવ્યો હતો. જે બાદ વિશાલ રાત્રીના બાઈકમાં પેટ્રોલ ભરાવા માટે ચોટીલા પાસે આવેલ પેટ્રોલ પંપે ગયો હતો.

જયાં પાછળથી ધસી આવેલા સુરી, જગુ સહીતના શખ્સોએ યુવક પર છરી અને લાકડીથી હુમલો કરી નાસી છૂટયા હતા. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવારમાં રાજકોટ સીવીલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement