માંગરોળ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો માધવ તન્ના

30 September 2022 12:24 PM
Junagadh
  • માંગરોળ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો માધવ તન્ના

(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 30 : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જીલ્લા કક્ષાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ 22/23 મા માણાવદર ખાતે યોજાયેલ જેમા માંગરોળના નાનકડા કલાકાર તન્ના માધવ મુકુંદભાઈ એ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ મા સંગીત વાદન મા પ્રથમ તેમજ ઝોન કક્ષાના કલા ઉત્સવ 22/23 મા યુ.એમ.કે. સ્કૂલના વિદ્યાર્થી તરીકે પ્રાથમિક વિભાગમાં વાદનમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ ઉપરાંત કોલેજના યુનિવર્સિટી મહોત્સવ મા માંગરોળ કોલેજ તરફથી સહાયક તરીકે રહેવા માટે પણ પારીતોષીક મેળવેલ તે બદલ અભિનંદન.


Advertisement
Advertisement
Advertisement