8 દિવસ પહેલાં જ લવમેરેજ કરનાર મોટી મારડની શિતલે હાથના કાંડે બ્લેડના છરકા માર્યા: સારવારમાં

30 September 2022 12:30 PM
Rajkot
  • 8 દિવસ પહેલાં જ લવમેરેજ કરનાર મોટી મારડની શિતલે હાથના કાંડે બ્લેડના છરકા માર્યા: સારવારમાં

♦ રાજકોટના રેસકોર્ષ ગાર્ડનમાં પગલું ભર્યું

♦ ઉપલેટા રહેતા મામાના દિકરા રવિ સારીખડા સાથે લગ્ન કર્યા બાદ રાજકોટ આવ્યા પણ અહીં મકાન ભાડે ન મળ્યું, આર્થિક ભીંસ થતા પગલું ભર્યાનું અનુમાન: પોલીસ તપાસ

રાજકોટ,તા.30
રાજકોટના રેસકોર્ષ ગાર્ડનમાં ધોરાજીના મોટી મારડની યુવતિએ પોતાના હાથના કાંડે બ્લેડના છરકા મારી લેતા લોહી લુહાણ હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.યુવતીના 8 દિવસ પહેલા જ લગ્ન થયા હતા.જે બાદ આ પગલું ભરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શિતલ રવિ આરીખડા (ઉ.વ.25)ને ગઈકાલે સાંજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ નિવેદન મુજબ શિતલે પોતાની જાતે હાથના કાંડા ઉપર બ્લેડના છરકા મારી લીધા હતા. શિતલ મોટી મારડની વતની છે. અને તેના જ મામાના દીકરો રવિ કે જે કેન્દ્ર કરાવનું કામ કરે છે. તેની સાથે 8 દિવસ પહેલા એક મંદિરમાં લવ મેરેજ કર્યા હતા.

જે પછી બંન્ને રાજકોટ આવ્યા હતા અહીં રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે, આંબેડકરનગરમાં હંગામી રીતે રહેતા હતા અને બીજુ મકાન શોધી રહ્યા હતા. પરંતુ બીજુ કોઈ મકાન મળ્યું નહોતું અને આર્થિકભીંસ પણ વધતી ગઈ હતી.

આવામાં ગઈકાલે શિતલ અને રવિ બંને ગેલેકસી સિનેમા સામે રેસકોર્ષ ગાર્ડનમાં હતા ત્યારે અચાનક શિતલે પોતાના કાંડા ઉપર બ્લેડના છરકા મારી લીધા હતા. જેથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે આ મામલે નિવેદન નોંધી કાર્યવાહી કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement