જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.નાં માર્કસ કૌભાંડનો મામલો ગાંધીનગર પહોંચ્યો: મુખ્યમંત્રીને રિપોર્ટ મોકલાયો

30 September 2022 12:30 PM
Junagadh
  • જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.નાં માર્કસ કૌભાંડનો મામલો ગાંધીનગર પહોંચ્યો: મુખ્યમંત્રીને રિપોર્ટ મોકલાયો

260 કોલેજોના છાત્રોના ભાવિનો સવાલ: તપાસનો ધમધમાટ

જુનાગઢ તા.30 : જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં માર્કસ સુધારવાનું કથીત કૌભાંડ બહાર આવ્યું છે. જેની સરકારે ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે. અને યુનિ.ના વાઈસ ચાન્સેલર પાસેથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. એક વિદ્યાર્થીનીના પેપરમાં બહાર આવેલી હકીકત બાદ તપાસ કમીટી બનાવવામાં આવી હતી જેની હજુ તપાસ ચાલી રહી છે.

જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં પેપરમાં માર્કસ વધારવાનું કૌભાંડ સર્જાતા સરકાર ચોંકી ઉઠી છે જેનો તાત્કાલિક અહેવાલ મંગાવાયો છે. અનેક ફેકલ્ટીઓમાં આ કૌભાંડ કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે. 260 કોલેજોના છાત્રોના ભાવીનો સવાલ ઉભો થવા પામ્યો છે. મોટા વહીવટ કરી આર્થિક લાભ માટેની વાત સામે આવ્યાનું બહાર આવી રહ્યું છે.

નરસિંહ મહેતા યુનિ.ની ગ્રાન્ટેડ, ખાનગી બન્ને કોલેજોના વિદ્યાર્થીઓના માર્કસ વધારવામાં આવ્યા હોવાની હકીકતો સામે આવી છે. જેની તપાસમાં સામે આવી છે. કૌભાંડમાં કોમ્પ્યુટર વિભાગના હંગામી કર્મચારીઓ ઉપરાંત અનેક અધિકારીઓની મીઠી નજર વગર શકય નથી તેવું શિક્ષણ વિભાગના લોકો સ્વીકારી રહ્યા છે. જેમાં અનેકને પાણીચા પકડાવી દેવાયા છે. તો અમુકની બદલી કરી દેવામાં આવી છે. મીટીંગ સંપૂર્ણ તપાસ બાદ સરકાર જાહેરાત કરશે તેવી શકયતા પરંતુ યુનિ.ની આબરૂનું ધોવાણ થવા પામ્યું છે તે હકીકત છે.


Advertisement
Advertisement
Advertisement