અમરેલીમાં પરિણીતાનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો

30 September 2022 12:32 PM
Amreli
  • અમરેલીમાં પરિણીતાનાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો

રાજુલાનાં ધારેશ્વર પાંસે બાઈક સ્લીપ થતાં આધેડનું મોત

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.30
અમરેલીમાં રહેતી એક રપ વર્ષીય પરિણીતા સાથે અમરેલીનાં બહારપરા વિસ્તારમાં રહેતા સાદીક અલારખભાઈ ચૌહાણે અમરેલીમાં રહેતા અક્રમ રૂસ્તમભાઈ ગોરી બાબા મોબાઈલવાળા તથા ઈરફાન યુનુસભાઈ પટેલની ઓળખાણ કરાવતા અક્રમભાઈએ એક વર્ષ પહેલા અલગ-અલગ દિવસે ચાર વખત તેણીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાયો હતો.

જયારે ઈરફાન યુનુસભાઈ પટેલે પણ છેલ્લા 6 માસથી તા.12/9 સુધી વારંવાર સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં તેણીનાં ઘરે આવી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી તેણી સાથે બળજબરીથી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી વારંવાર બળાત્કાર કરેલ અને જો આ વાત કોઈને કહીશ કે ફરિયાદ કરીશ કે તેણીનાં પતિને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની તથા શરીર સબંધ બાંધતી વખતે મોબાઈલમાં લીધેલ નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાની આ ત્રણેય ઈસમો સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસનાં પીએસઆઈ ડી.સી. સાકરીયાએ વધુ તપાસ હાથ ધરી હતી.

આધેડનું મોત
રાજુલાના ધારેશ્વર ગામથી રાજુલા પરત ફરી રહ્યાતે દરમિયાન બાઈક અચાનક સ્લીપ થતાં એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયેલા. જેને 108 મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક વ્યકિતનું નામ રમેશભાઈ બોઘાભાઈ ગુજરીયા, (ઉ.વ.4પ) હોવાનું જાણવા મળેલ છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

જીવડું કરડી જતાં મોત
વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે રહેતા ચંદુભાઈ કેશવભાઈ વાડુકીયા નામના પ6 વર્ષીય પ્રૌઢ ગત તા.રપના રોજ સાંજે પોતાની વાડીએ ખેતરમાં પાણી વાળતા હોય જે દરમિયાન ડાબા પગે કોઈ ઝેરી જીવડું કરડી જતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

પ્રૌઢનું મોત
રાજુલાના બીડી કામદાર વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ હરસુરભાઈ શિયાળ નામના 4પ વર્ષીય પ્રૌઢ છેલ્લા 13 વર્ષથી માનસિક અસ્થિર હોય, ગત તા.ર6ના રોજ સાંજે ઘરેથી દૂધ લેવા માટે નીકળેલ હતી. જે તા.ર8ના રોજ સવાર સુધીના સમયગાળા દરમિયાન રાજુલા ધાતરવડી-ર ડેમના પાણીમાંપડી જવાથી ડૂબી જવાથી તેમનું મોત નિપજયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Advertisement
Advertisement
Advertisement