જુનાગઢમાં નવરાત્રિ મહોત્સવ પાર્ટી પ્લોટનાં ગાયક પર ફેસબુકમાં કોમેન્ટ કરનાર યુવાન ઉપર હુમલો

30 September 2022 12:33 PM
Junagadh Crime
  • જુનાગઢમાં નવરાત્રિ મહોત્સવ પાર્ટી પ્લોટનાં ગાયક પર ફેસબુકમાં કોમેન્ટ કરનાર યુવાન ઉપર હુમલો

ખોડલધામ નવરાત્રી મહોત્સવનો બનાવ : 4 સામે પોલીસમાં ફરિયાદ

જુનાગઢ, તા. 30 : જુનાગઢ ખામધ્રોળ રોડ પર રહેતો યુવાન ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં પાસ લેવા ગયેલ ત્યારે રાત્રીના ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી, ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગેની તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ વત્સલભાઇ કિરીટભાઇ કાપડીયા (ઉ.વ.27) રે. કેબ્રીજ સ્કુલ પાછળ યમુના પાર્ક સોસાયટીવાળા ગત તા. 28-9ની રાત્રીના 11 કલાકે ઝાંઝરડા ચોકડી પાર્ટી પ્લોટ, ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં પાસ લેવા ગયેલ

ત્યારે આરોપી અમીત ભુવાને વત્સલભાઇને પાર્કિંગમાં બોલાવેલ જયાં કેતન ધડુક, રમેશ વઘાસીયા અને એક અજાણ્યા શખ્સો હાજર હતા. ત્યારે કહેલ કે ફેસબુકમાં રોહિત રાણપરીયાએ ખોડલધામ ગ્ર્રાઉન્ડ અને સીંગર સારા નથી જેની પોસ્ટ મુકેલ તેમાં તે કેમ કોમેન્ટ કરી હતી તેમ કહી ચારેય આરોપી કેતન ધડુકે લોખંડના પાઇપ ડાબા પગ અને ગોઠણમાં મારી ઇજા કરી હતી જયારે અમીત ભુવા, રમેશ વઘાસીયા અને અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં ચારેય શખ્સો સામે નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement