જસદણ પંથકમાં જુગારના બે દરોડા: પતા ટીંચતા ત્રણ મહિલા સહિત 14 ઝડપાયા

30 September 2022 12:39 PM
Jasdan Rajkot
  • જસદણ પંથકમાં જુગારના બે દરોડા: પતા ટીંચતા ત્રણ મહિલા સહિત 14 ઝડપાયા

મદાવા અને ગઢડિયામાં જાહેરમાં અને બંધબારણે જુગાર રમતાં શખ્સો પાસેથી પોલીસે રોકડ અને બાઇક સહિત રૂા. 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ. તા.30
જસદણના મદાવાગામની સીમમાં જાહેરમાં અને ગઢડિયામાં બંધબારણે જુગાર રમતાં ત્રણ મહિલા સહિત 14 શખ્સોને રૂ. 1.78 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દરોડાની વિગત અનુસાર, ભાડલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જે.ચૌહાણ અને કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે મદાવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમતાં ઈશ્ર્વર ઉર્ફે ઇશો ભવાન બાવળિયા, દિપક1જાદવ રાઠોડ, માવજી સવસી જતાપરા, ઘનશ્યામ વશરામ સોલંકી અને મગન સીવા જતાપરા ને રોકડ, મોબાઈલ અને બે બાઇક મળી રૂ. 63 હજારના મુદ્દામાલ સાથે દબોચ્યા હતાં.

બીજા દરોડામાં જસદણના ગઢડિયા ગામમાં રહેતાં રમેશ મોહન જીજરીયાના મકાનમાં બંધબારણે ચાલતા જુગરધામમાં દરોડો પાડી પતા ટીંચતા રમેશ જીજરીયા, સુનિલ ગોબર ચાવડા, અજય માણસુર,જયસુખ શામજી કુકડીયા, ઈશ્ર્વર ઉર્ફે હકુ લાલજી પરમાર, માવજી દહા દેગામા, હંસાબેન રમેશ જીજરીયા, જમનાબેન પરસોતમ જીજરીયા અને વર્ષાબેન2પ્રવીણ હંડાને રોકડ ,મોબાઈલ ફોન અને ત્રણ બાઇક મળી રૂ.94 હજારના મુદ્દામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement