ટંકારા પાસેના વાછકપર ગામની સીમમાંથી સગીરનું અપહરણ

30 September 2022 12:42 PM
Morbi
  • ટંકારા પાસેના વાછકપર ગામની સીમમાંથી સગીરનું અપહરણ

વિરમગામની મારામારીનો આરોપી મોરબીમાંથી પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : ટંકારાના વાછકપર ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મૂળ મધ્યપ્રદેશનો મજુર પરિવાર વાછકપર ગામની સીમમાં ખેત મજૂરી કરવા માટે આવ્યો છે. અહીં બાજુમાં આવેલા કોઠારીયા ગામની સીમમાં રહેતો અને મૂળ દાહોદ પંથકનો રાજુ વીરસિંગ મુંદવાડા આ પરિવારની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુ સામે અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

આરોપી પકડાયો
વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને ધમકીના ગુનાનો આરોપી અમિત જયંતિ ઠાકોર રહે.બાવળા મોરબી હોવાની બાતમી મળી હતી જેથી વિરમગામ પોલીસ મોરબી આવીને મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી અમિત જયંતિ ઠાકોર મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા
ચાંચાપર ગામે રહેતો લલિત અરજણભાઈ ચૌહાણ નામનો 19 વર્ષનો યુવાન બાઈક લઈને રાજપર રોડ ઉપરથી જતો હતો ત્યારે સતનામ જીન પાસે અકસ્માતમાં ઇજાઓ થઈ હતી જેથી રાજકોટ બાદમાં હાલ અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.


Advertisement
Advertisement
Advertisement