હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી

30 September 2022 12:45 PM
Morbi
  • હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી

હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે, શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરાઇ છે. સહકારી મંડળીના પ્રમુખ તરીકે હળવદ તાલુકા શાળા નં-10 માં સેવા બજાવતા નટવરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સાથે સાથે ઉપ પ્રમુખ તરીકે શાળા નં-4 માં સેવા બજાવતા બાબુભાઈ વાઘેલા અને ચરાડવા ક્ધયા શાળામાં સેવા બજાવતા હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને હિતેશભાઈ પટેલને સહીનો અધિકાર આપવામાં આવ્યો છે તેમજ મુકેશભાઈ મારવણીયા, દશરથસિંહ ચૌહાણ, હરમિતભાઈ પટેલ, ઈશ્ર્વરભાઈ ગોલતર, પરેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ વગેરેની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ હતી. તાલુકાના તમામ શિક્ષકોએ મંડળીની નવી ટીમને ઉત્સાહભેર આવકારવામાં આવી છે.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement