વાંકાનેરમાં કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી પટકાતા મજૂરનું મોત

30 September 2022 12:46 PM
Morbi
  • વાંકાનેરમાં કારખાનામાં બંધ ઉભેલા કન્ટેનર ઉપરથી પટકાતા મજૂરનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં બંધ કન્ટેનર ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર થવાથી મજૂરી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો રાજીવરંજનકુમાર નાગેશ્વરસિંહ (ઉંમર 30) કારખાનામાં બંધ ઉભેલ ટ્રક કન્ટેનર ઉપર ચડ્યો હતો અને ત્યાંથી અકસ્માતે તે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારા મારીમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઈ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં પ્રકાશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉંમર 35) ને ઇજાઓથી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પીધી
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો જયેશ બાબુભાઈ વીંજવાડીયા (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર ઢુવા ચોકડીથી આગળના ભાગમાં આવેલ બોંઝા સીરામીકમાં રહેતા ભગવાનભાઈ બાબુલાલ રાજપુત (ઉંમર 30) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને કોઈ કારણોસર લોહીની ઉલટી થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને ભગવાનભાઈ રાજપૂતને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ અમૃત અને સાગર હોસ્પિટલની વચ્ચેના ભાગમાં બે બાઈક અથડાયા હતા જેથી કરીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપર રહેતા પરેશભાઈ કાનાભાઈ સથવારા (ઉંમર 25)ને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા
હળવદ તાલુકાના ચરાડવા ગામે એસટી બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મનસુખભાઈ તેજાભાઈ પરમાર (ઉંમર 45) રહે. આદરણા ગામ વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement