મોરબીમાં બુટલેગરને પકડવા ગયેલ પોલીસે આઠ બોટલ દારૂ સાથે તેના ભાઈને પકડયો

30 September 2022 12:47 PM
Morbi
  • મોરબીમાં બુટલેગરને પકડવા ગયેલ પોલીસે આઠ બોટલ દારૂ સાથે તેના ભાઈને પકડયો

દિપકસિંહ ખોડુભાની શોધખોળ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીના લીલપર પાસે ગોડાઉનમાંથી પકડાયેલ દારૂના જથ્થા મુદે આરોપીને પકડવા માટે પોલીસે નાની બજાર વિસ્તારમાં વિશ્ર્વકર્મા મંદિરની બાજુમાં રહેતા બુટલેગરના ઘરે પહોચી હતી ત્યારે આઠ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 22000 ની કિંમત ના મુદ્દામાલ સાથે બુટલેગરના ભાઈની ધરપકડ કરેલ છે.

લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી 8988 બોટલ દારૂ જેની કિંમત 40.50 લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીને પકડાયો હતો અને ત્રણ આરોપીના નામ સામે આવ્યા હતા જે પૈકીનાં દીપકસિંહ ખોડુભા વાઘેલાને પકડવા માટે નાની બજાર વિસ્તારમાં વિશ્ર્વકર્મા મંદિરની બાજુમાં રહેતા દીપકસિંહ ખોડુભા વાઘેલાને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી

અને તે આરોપીને પકડવા માટે તેના ઘરે પોલીસ પહોચી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 22000 ની કિંમતનો મુદામાલ કબજે કરીને હાલમાં યોગરાજસિંહ ખોડુભા વાઘેલા દરબાર (ઉમર 32)ની ધરપકડ કરેલ છે. આ ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ વધુ એક ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement