ઉનાનાં ગાંગડા ગામે મહાકાય અજગર દેખાયો

30 September 2022 12:47 PM
Veraval
  • ઉનાનાં ગાંગડા ગામે મહાકાય અજગર દેખાયો

વન વિભાગની ટીમે રેસ્કયુ કરી જંગલમાં મુકત કર્યો

ઉના,તા.30
ઉનાનાં ગાંગડા ગામે આવેલ જગતપીરની દરગાહ પાસે એક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો. આ અંગેની તાત્કાલીક વનવિભાગને જાણ કરતા રેશ્ક્યુ ટીમ સ્થળ પર દોડી જઇ આ અજગર અંદાજીત 10 ફુટથી વધુ લંબાઇ ધરાવતો હોય આ મહાકાય અજગરને પકડી પાડ્યો હતો. અને મહાકાય અજગરને બે વ્યક્તિએ માંડ માંડ હાથમાં પકડી પ્લાસ્ટીકના કોથડામાં ભરીને સલામત સ્થળે દૂર જંગલમાં મુક્ત કરતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Advertisement
Advertisement
Advertisement